વિખ્યાત ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા બદલ હું નસીબદાર છું

(એજન્સી)    અલીગઢ, તા.૧૬

જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા અનુભવ સિન્હાએ જણાવ્યું હતું કે, ‘મને લાગે છે એએમયુમાં હાજરી આપવા બદલ હું મને નસીબદાર માનું છું. મને અહી મારા શ્રેષ્ઠ મિત્રો મળ્યા છે. તેઓ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ‘એલ્યુમની મીટ ૨૦૧૬’માં સંબોધન કરી રહ્યા હતા.

મિસ્ટર સિંહા, પોતે એક આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મિસ્ટર સિંહાએ ઉમેર્યું હતું કે તે પોતે AMUના એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા પરંતુ તેઓને સમજાયું કે ફિલ્મોમાં કામ કરવાથી તેઓને ખુશી મળશે માટે તેઓએ આ કામ શરૂ કર્યું હતું. માટે તમારે પણ તમારા રસ ધરાવતા વિષયોમાં મહેનત કરવી જોઈએ. નાણાં એ એક આડપેદાશ છે, તમે જે ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરી શકો છો તે તમારે કરવું જોઈએ”. તેમણે જણાવ્યું હતું કે “કેટલાક તત્વો, જે AMUની છબી બગાડવાનો પ્રયાસ કરે છે અને વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતા દ્વારા તેઓને જવાબ આપવાની જરૂર છે. એકવાર એક રાજકારણીએ AMUને ‘આતંકવાદની નર્સરી’ કહ્યું હતું. મે ફેસબુક પર જવાબ આપ્યો હતો કે હું ઘણા વર્ષો સુધી અહી હતો પરંતુ મને એકપણ આતંકવાદી દેખાયો નથી. AMUએ શ્રેષ્ઠ આઈએએસ અધિકારીઓ, ડોકટરો, ઇજનેરો, વૈજ્ઞાનિકો અને અન્ય વ્યાવસાયિકો પેદા કરીને તેના ટીકાકારોને જવાબ આપવો જોઈએ”

n-19જનરલ મોટર્સ પુણેના ઉપપ્રમુખ અહમદે પણ એક મહેમાન તરીકે અહી હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા અને તેમની ક્ષમતા અંગે શંકા ન કરવા કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે સખત કામથી ભયભીત થવાની જરૂર નથી. વિદ્યાર્થીઓએ હિંમત સાથે તેમના ગોલનો પીછો કરવો જોઈએ અને હંમેશા અન્ય લોકોને આદર આપવો જોઈએ.

હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ હિલાલ ઈસાર ખાને કહ્યું હતું કે હું ગયા વર્ષે અહી આવી શક્યો ન હતો અને આજે ‘એલ્યુમની મીટ ૨૦૧૬’માં ભાગ લઈને ખુશ છું અને મને આશા છે કે વિદ્યાર્થીઓને આ વર્ષે મારી હાજરીથી લાભ થશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી માત્ર મહત્વનું શિક્ષણ જ આપતી નથી પરંતુ આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને તાલીમ (શિક્ષણ), તહેઝીબ (સંસ્કૃતિ) અને તરબિયત (માવજત) પણ આપે છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ મુંબઇના વરિષ્ઠ સલાહકાર ડો. કાઝી એહમદે જણાવ્યું હતું કે ભુતપૂર્વ વિદ્યાર્થીઓની આ બેઠક માત્ર પ્રેરણાદાયક જ નથી, પરંતુ તે એ પણ બતાવે છે કે અમારી સાથે AMUના સંબનધો હજુ પણ અકબંધ છે.

તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીમાંથી તેઓને દર્શાવી ન શકાય એવું શિક્ષણ પ્રાપ્ત થયું છે. AMUએ મને સખત કામ કરવાનું શીખવ્યું છે.

મુખ્ય અતિથિ, ઓરેન હાઈડ્રોકાર્બન્સ, ચેન્નાઇના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર રિવાન અહમદે જણાવ્યું હતું કે તેઓ પાછા આ કેમ્પસમાં ૩૦ વર્ષના અંતરાલ પછી આવ્યા છે અને તેઓ આ યુનિવર્સિટીનો વિકાસ જોઇને ખૂબ પ્રભાવિત છું.

તેમના વિદ્યાર્થી જીવન વિશે વાત કરતાં  મિસ્ટર અહમદે જણાવ્યું હતું કે AMUમાં અભ્યાસ કરવો એ અનન્ય બાબત હતી કારણ કે આ યુનિવર્સિટીએ માત્ર ડિગ્રી જ આપી નથી પરંતુ સખત મહેનત કરનાર અને શિસ્તબદ્ધ વ્યક્તિ બનાવ્યો છે. મને આ યુનિવર્સિટીમાં હાજરી આપવાનું ગર્વ છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી AMUના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાંથી આજે ફરીથી ‘અમુ એલ્યુમની મીટ ૨૦૧૬’માં યુનિવર્સિટીના કેનેડી હોલ ઓડિટોરિયમ ખાતે ભેગા થયા છે.  ઉદઘાટક તરીકે AMUના વાઇસ ચાન્સેલર  લેફ્ટનન્ટ જનરલ ઝમીરઉદ્દીન શાહે જણાવ્યું હતું કે હવે સમય છે કે આગામી પેઢીએ કામ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે જૂના પેઢીએ તેમનું શ્રેષ્ઠ કામ કર્યું છે અને હવે જવાબદારીઓ આજના યુવાન લોકો પર છે.

ઉદઘાટન દરમિયાન અમેરિકા સ્થિત ન્યુક્લિયર એન્જિનિયર અને AMUના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિસ્ટર તનવીર સલીમના પુસ્તક ‘એ હોટ સમર ડે ઇન ગોરખપુર’ નું પ્રકાશન કરવામાં આવ્યું હતું.

દરમિયાન, યુએસએના મિસ્ટર મંજૂર ઘૌરીએ યુનિવર્સિટીની જામા મસ્જિદના નવીનીકરણ માટે રૂપિયા ૬૦ લાખનું દાન કર્યું હતું. અને અમેરિકાની બ્રુકલિન કોલેજ માંથી ડો શાહિન ઉસ્માનીએ શાળાઓના બાંધકામ માટે ૨૫,૦૦૦ ડોલરનું દાન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks