અલકાપુરી તેમજ નિઝામપુરામાં ૮ લાખની છેતરપિંડી કરનાર પાંચ શખ્સોની અટકાયત

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
અલકાપુરી તેમજ નિઝામપુરા વિસ્તારમાં આવેલ મોબાઇલ ફોનની દુકાનમાં બિલ્ડરનું નામ વટાવી રૂા.૮ લાખ ઉપરનાં આઇફોન અને પરફયુમ લઇ રફુચક્કર થઇ જનાર પાંચ જણાની ફતેગંજ પોલીસે આજે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર વારસીયા વિસ્તારનાં જીવનધારા એપાર્ટમેન્ટમાં રહેતાં દિનેશ ગોપીચંદ પહેલાજાણી અલકાપુરી નેશનલ પ્લાઝામાં મોબાઇલ અને ગીફટની દુકાન ધરાવે છે. ગત તા.૧૮મી ઓકટોબરે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો કે, હું અંકુરભાઇ બોલું છું, અત્યારે હું ગાંધીનગર છું મારે ફોન અને પરફયુમ જોઇએ છે, હું મારા માણસને મોકલું છું. તેમણે ફોન અને પરફયુમ આપજો અંકુરભાઇ પોતાના ગ્રાહક હોવાથી અને અંકુરભાઇને તેઓ જાણતા હોવાથી દુકાનમાં આવેલ શખ્સે ચાર આઇફોન, એપલની ઘડિયાળ, બે સેમસંગના મોબાઇલ અને ત્રણ પરફયુમ મળી કુલ રૂા.૪.૫૬ લાખની વસ્તુઓ લીધી હતી. થોડા દિવસ પછી વેપારીએ બિલ્ડર અંકુરભાઇ પાસે પૈસા માંગતા તેઓ ચોંકી ઉઠયા હતા. તેમણે મેં કોઇ ફોન કે પરફયુમ મંગાવ્યું નથી તેમ કહેતાં વેપારીએ ગોત્રી પોલીસ મથકમાં અંકુરભાઇનું નામ લઇ છેતરપિંડી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં નિઝામપુરા વિસ્તારનાં અશોક એપાર્ટમેન્ટમાં રહેતાં દેવેન્દ્ર ભુપતરાય મહેતા નિઝામપુરા વિસ્તારમાં ચિરાગ ટ્રેડીંગ નામની દુકાન ધરાવે છે. તેમને દુકાને પણ ગત તા.૩ ડિસેમ્બરના રોજ બપોરનાં સમયે પાંચ જેટલા યુવાનો આવ્યા હતા. તેમને પણ બિલ્ડર અંકુરભાઇએ મોકલ્યા છે. લો તેમની સાથે વાત કરીલો તેમ કહીં, અજાણ્યા શખ્સ સાથે વાત કરાવી હતી. ફોન પર વાત કરનાર શખ્સે આવેલ માણસોને આઇફોન સહિતની વસ્તુ આપવા જણાવ્યું હતું. જેથી દેવેન્દ્રભાઇ મહેતાએ રૂા.૩.૫૧ લાખની કિંમતનાં મોબાઇલ ફોન આપ્યા હતા. દુકાનદારને શંકા જતાં આવેલા શખ્સોએ દુકાનદારની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને મોટરસાયકલ તેમજ ઇન્ડીકા કારમાં ભાગી છુટયા હતા. આ બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકે દેવેન્દ્રભાઇ મહેતાની ફરિયાદને આધારે પાંચ જણાંની આજે અટકાયત કરી હોવાનું આજે જાણવા મળ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks