(એજન્સી) નવી દિલ્હી, તા.રર
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને વડાપ્રધાન મોદી પર પુલવામા હુમલા અંગે રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, જો પાકિસ્તાન પુલવામા હુમલામાં સામેલ છે તો તેના પર હુમલો કરવો જોઈએ.
તેમણે વડાપ્રધાન મોદીને પુલવામા હુમલાનું રાજકારણ કરવાના બદલે વળતો હુમલો કરવા આગ્રહ કર્યો છે. આમ આદમી પાર્ટીના વિધાયક તેમના નિવેદનો અંગે વિવાદોમાં રહે છે. સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે તેમને દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી સાથે વિવાદ થયો હતો. આ ઉપરાંત બાળ શ્રમિકોનો મુદ્દો, મહિલાઓ સાથે ખરાબ વર્તન તેમજ મુખ્યસચિવ સાથે મારઝૂડની ઘટના અંગે ખાન સામે આરોપ લાગ્યા હતા.