ભાજપ સરકારમાં અધિકારીઓનું રાજ ચાલે છે પ્રજાના પ્રતિનિધિઓ શોભાના ગાંઠિયા સમાન

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૮,
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપની ઉપલી નેતાગીરી સામે ભારે બળાપો કાઢી જાહેરમાં ઉતરી આવ્યા છે. ત્રણેય ધારાસભ્ય પત્રકારો સમક્ષ ખુલ્લમખુલ્લા બોલ્યા હતા કે, મંત્રીઓ અને અધિકારીઓ અમારૂ સાંભળતા નથી. અમારા કામો થતા નથી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાજપની સૌથી વધુ સીટો આવી હોવા છતાં અમને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આજે ત્રણ ધારાસભ્યો છીએ પણ આવતીકાલે ત્રણમાંથી તેર થશે. ત્યારે ખબર પડશે.
ઉપરોકત ત્રણેય ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, સચિવાલયમાં જઇએ ત્યારે મંત્રીઓ કલાકો સુધી અમને બહાર બેસાડી રાખે છે છતાં મંત્રીઓ મુલાકાત આપતા નથી. અમે અન્ય ધારાસભ્યોને એક મંચ ઉપર લાવી વિરોધ કરીશું તેવી ખુલ્લી ધમકી પ્રદેશ મંત્રીઓ અને નેતાઓને આપી છે.
સરકારી સરકીટ હાઉસ ખાતે ઉપરોકત ત્રણેય ધારાસભ્યોએ બાકાયદા પત્રકાર પરિષદ યોજી હતી અને મીડીયા સમક્ષ આક્રોશ કાઢયો હતો. અમે પ્રજાના પ્રતિનિધિઓ છીએ. પ્રજાના કામો લઇ મંત્રીઓ પાસે જવાનું હોય છે. પણ મંત્રીઓ મળતાજ નથી. પરિણામે પ્રજાના કામો થતા નથી. ભાજપ સરકારમાં અધિકારીઓનું રાજ ચાલે છે. પ્રજાના પ્રતિનિધિઓ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. ડેલીગેશન લઇને જઇએ તેમાં ધારાસભ્યનું કાંઇ ઉપજે નહીં તેવી છાપ લોકોમાં પડે છે. આજે અમે ત્રણ છીએ પણ કાલે તેર થઇ શું નારા જ અન્ય ધારાસભ્યોને એક મંચ ઉપર લાવીશું હવે અવગણના અને અપમાન સહન નહીં કરીએ.
ત્રણેય ધારાસભ્યોનાં ખુલ્લમખુલ્લા આહવાનને પગલે ઉપલી નેતાગીરી ચોંકી ઉઠી છે. ડેમેજ કંટ્રોલ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણમંત્રી, ભુપેન્દ્ર ચૂડાસમા અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી ત્રણેય ધારાસભ્યોની નારાજગીનું નિરાકરણ લાવવા આદેશ આપ્યો છે. ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીમાં માઠા પરિણામ ન આવે અને ભાજપને સહન ન કરવું પડે તેના માટે તેમજ ભાજપનો ભવાડો વધુ બહાર ન આવે તે માટે પ્રદેશ નેતાગીરીઓ પ્રયાસો આદર્યા છે.
ઉપરોકત ત્રણેય ધારાસભ્યોએ તો ત્યા સુધી ચીમકી આપી છે કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતે સૌથી વધુ સીટી ભાજપને સોંપી હોવા છતાં અવગણના થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધારાસભ્યોની સીટી ઓછી હોવા છતાં તેમને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અસંતુષ્ટ ધારાસભ્યો ટુંકમાં ભેગા થઇ વિરોધ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks