(એજન્સી) લખનૌ, તા.રપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે, ગૌભક્તિના નામે કોઈની હત્યા કરવી એ યોગ્ય નથી પરંતુ પ્રધાનમંત્રીની આ વાતની તેમના પક્ષના જ ધારાસભ્યો અવગણના કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ‘સબકા સાથ સબકા વિકાસ’નું રટણ કરી રહ્યા છે અને બીજી બાજુ તેમના ધારાસભ્યો મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યા છે. ઉત્તરપ્રદેશની ખતૌલી બેઠક પરથી ચૂંટાઈ આવેલ ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ ગૌરક્ષા મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે. વિધાયક વિક્રમ સેનીએ મુઝફ્ફરનગરમાં બ્રાહ્મણ સમાજના એક કાર્યક્રમમાં કહ્યું કે, સાથીઓ જે કામ મહારાજ પરશુરામજીએ કર્યું હતું અત્યાચારીઓનો સફાયો કરવાનું તે કામ અમારી સરકાર કરી રહી છે અને કરતી રહેશે. આપણા યોગીજી જે મુખ્યમંત્રી છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે આવા લોકો છે તેમને મોતને ઘાટ ઉતારી દો. સૈનીએ ધમકી આપતાં કહ્યું કે કામ વ્યવસ્થિત કરીશ પરંતુ ઈલાજ તેમનો કરીશ જે દેશના દુશ્મન છે જે ગૌહત્યા કરે છે તેમનો ઈલાજ કરતા ન મરવાની ચિંતા છે ન મારવાની ચિંતા છે. જો કે, આ પ્રથમવાર નથી કે જ્યારે વિધાયક વિક્રમ સૈની પોતાના વિવાદીત નિવેદનો માટે ચર્ચામાં આવ્યા છે. વિક્રમ સૈની વારંવાર વિવાદાસ્પદ નિવેદન આપતાં રહે છે. આ પહેલાં વિક્રમ સૈનીએ કહ્યું હતુું કે જે ગૌમાતાને માતા ન માનતા હોય અને તેમની હત્યા કરતા હોય. મેં વચન આપ્યું હતું કે આવા લોકોના હાથ-પગ તોડાવી નાંખીશ.