Gujarat

અમારી મા-બહેનો પર ગુજારવામાં આવેલ અત્યાચાર ભૂલાઈ શકે એમ નથી : હાર્દિક

(સંવાદદાતા દ્વારા) ઈડર, તા.૬
ભાજપના ગઢ વડાલી તાલુકાના કેશરગંજ ગામે હજારોની સંખ્યામાં પાટીદાર-દલિત તથા ઠાકોરનું ખેડૂત વેદના સંમેલનનું હાર્દિક પટેલના આગેવાનો તથા પાસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં અભિનેતા નહીં નેતા જોઈએ છે જે ખેડૂતોનો અવાજ સાંભળી શકે. આ વિસ્તારમાં વરસાદી માહોલ તથા કડકડતી ઠંડી હોવા છતાં હાર્દિક પટેલને સાંભળવા હજારોની સંખ્યામાં મેદની બેસી રહી હતી જ્યાં જય સરદાર, જય પાટીદાર, જય ભવાનીના નારાથી સમગ્ર સભા ગજવી નાખી હતી. પાટીદારો ઉપર ગુજારેલા દમન અને ૧૪ વ્યક્તિઓના મોતનો બદલો તથા આ ભાજપ સરકાર ઉથલાવી આડકતરી રીતે કોંગ્રેસને જીતાડવાના સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલ જેવો સ્ટેજ પર આવ્યો જય સરદાર, જય પાટીદારના નારા લગાવવામાં આવ્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, પ્રજાની હાલત સાવ કફોડી થઈ ગઈ છે, પ્રજાનું આ સરકાર કંઈ સાંભળતી નથી, ખેડૂતોને વ્યાજબી ભાવો મળતા નથી, સમયસર વીજળી મળતી નથી, જ્યારે હક્કની વાત આવે છે તો સરકાર દ્વારા ગોળીઓ મારવામાં આવે છે, જેમાં પાટીદારના ૧૪ નવ યુવાનો માર્યા ગયા છે, મા-બહેનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવેલ છે, જે અમો પાટીદાર ભૂલી શકીએ તેમ નથી અને દલિતો પર ઉનાકાંડ જેવા અત્યાચારો ગુજારવામાં આવેલ છે. દરેક સમાજ હાલ આ સરકાર વિરૂદ્ધ આક્રોશ ઠાલવી રહ્યો છે જ્યારે આ સરકાર ઘંમડાઈથી વર્તી રહી છે. જેથી અત્યાચારી અને ઘમંડી સરકારને પાડી દેવાનું આહ્‌વાન કર્યું હતું. હવે આ લોકોને ૧૪મી ડિસેમ્બરે કચકચાવીને બદલાથી પાડી દેવાની છે જ્યારે ભાજપ તરફથી ગુજરાતી અભિનેતાનું નામ લીધા વગર કહ્યું કે, હવે અભિનેતાની નહીં નેતાની જરૂર છે જે ખેડૂતની સંવેદના સાંભળી શકે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.