અંબુજા સિમેન્ટ દ્વારા ગેરકાયદે ખનન મામલે હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ, તા.૧૩
ગીર-સોમનાથના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં અંબુજા સિમેન્ટ દ્વારા ગેરકાયદે ખનન થઇ રહ્યું હોવાના આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે રાજય સરકાર, કેન્દ્ર સરકાર, અંબુજા સિમેન્ટ અને ગીર-સોમનાથના ડીએસપીને કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. ગેરકાયદે ખનનના કારણે કાયદાકીય જોગવાઇઓ અને નિયમો બાજુ પર મૂકાયા હોવાના કારણે અત્યારસુધીમાં ૧૫ વ્યકિતઓના મોત નીપજયા હોવાના ગંભીર આક્ષેપ પણ અરજીમાં કરાયા હતા. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ક્ષેત્રોમાં માઇનીંગ અંગે રાજય સરકાર અને કંપની વચ્ચે કરાર થયા હતા. જો કે, અંબુજા સિમેન્ટ કંપની દ્વારા માઇનીંગ કાયદા, જંગલ સંરક્ષણ અધિનિયમ અને પર્યાવરણી કાયદાની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરકાયદે રીતે અનેક જગ્યાએ ગેરકાયદે રીતે ખનન હાથ ધરાઇ રહ્યું છે, જેના કારણે જંગલ અને પર્યાવરણીય સંપત્તિને ગંભીર નુકસાન થયું છે. કંપની દ્વારા ખનન પ્રવૃત્તિ દરમ્યાન ફેન્સીંગ સહિતના સેફ્ટી મેઝર્સ પણ લેવાયા નથી, જેના કારણે કેટલાક લોકો આ ગંભીર ચૂકના શિકાર બન્યા છે અને જીવ ગુમાવ્યો છે. આ મામલે સ્થાનિક સત્તાવાળાઓથી લઇ રાજય સરકારના સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. અરજદારપક્ષ તરફથી કંપની દ્વારા થઇ રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવી આ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવા સહિતની દાદ અરજીમાં માંગવામાં આવી હતી. અરજદારપક્ષની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નોટિસો જારી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks