Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પરથી સફરજનના થેલામાંથી રૂા. એક કરોડનું ચરસ ઝડપાયું

અમદાવાદ, તા.૧૩
ગુજરાત નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાંચ દિવસ પહેલાં સાડા પાંચ કિલો ચરસ સાથે અમદાવાદના બે શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે આજે વહેલી સવારે એનસીબીએ અમદાવાદ એરપોર્ટ પરથી એક કરોડની કિંમતના ચરસ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.
ફલાઇટમાં સફરજનની આડમાં કાશ્મીરી યુવક આ ચરસ લઇને આવ્યો હતો. મુંબઇનો એક શખ્સ આ ચરસની ડિલિવરી લેવા આવ્યો હતો. એનસીબીએ બંનેની ધરપકડ કરી કિંમતી ચરસ જપ્ત કરેલ છે.
એનસીબી પાસેથી મળતી માહિતી મુજબ શિયાળાની શરૂઆત થતાં યુવાનોમાં ડ્રગ્સની ડિમાન્ડ વધી જાય છે. જેથી શહેરના ડ્રગ ડીલરો બહારથી કિંમતી ડ્રગ્સ અને ચરસ મંગાવતા હોય છે. ગુજરાત નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો દ્વારા આવી ડીલ પર નજર રાખવામાં આવી રહી હતી. દરમ્યાનમાં એનસીબીની ટીમને બાતમી મળી હતી કે, કાશ્મીરી યુવક ફ્લાઇટમાં કરોડોનું ચરસ લઇને અમદાવાદ એરપોર્ટ પર ઊતરવાનો છે. જેના આધારે આજે વહેલી સવારે આવેલી ઇન્ડિગોની ફલાઇટમાંથી ઊતરેલા કાશ્મીરી યુવકની અટકાયત કરી પૂછપરછ કરાતાં તેની પાસેથી સફરજનના થેલા મળી આવ્યા હતા. જેની અંદર તપાસ કરતાં શુદ્ઘ કવોલિટીનું આશરે દસ કિલો કિંમતી ચરસ મળી આવ્યું હતું.
ફારૂક નામનો કાશ્મીરી યુવક શ્રીનગરથી આ ચરસ લઇને આવ્યો હતો. મુંબઇનો શકીલ નામનો યુવક આ ચરસની ડિલિવરી લેવા આવ્યો હતો. જેની પણ એનસીબીએ ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડની કિંમત ધરાવતું આ ચરસ મુંબઇ ખાતે લઇ જવાનું હોવાનું એનસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું. પાંચ દિવસ પહેલાં એનસીબીએ જમ્મુ-કાશ્મીરથી લવાયેલા પાંચ કિલો ચરસના જથ્થા સાથે જુહાપુરાના રહેવાસી આબિદમિયા અને ખાનપુરના ઇન્તેખાબ આલમ નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. આ બંને યુવકો પાસેથી લાડવારૂપે પાંચ કિલો જેટલું ચરસ મળી આવ્યું હતું. આબિદમિયાં નામનો યુવક ડ્રગ્સની મોટા પાયે ગુજરાતમાં હેરાફેરી કરતો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.