અમદાવાદ, અમરેલી, ખેડા સહિત રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ

અમદાવાદ, તા.૨૭
રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ અમરેલીમાં આજે ગાજવીજ સાથે વરસાદ દરમિયાન વિજળી પડતા એકનું મોત થયું હતું જ્યારે ખેડામાં પણ ધોધમાર વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન શહેરીજનોએ અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ કર્યા બાદ સાંજના સુમારે ભારે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તુટી પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી આ સાથે જ લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. શહેરમા આજે ફરીથી થયેલા વરસાદના આગમનને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા હતા. વાસણા બેરેજના બે દરવાજા ૨.૫ ફૂટ ખોલવામા આવ્યા છે. અમદાવાદ શહેરમા આજે સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈને અસહ્ય ઉકળાટ અને બાફ અનુભવાયો હતો.બીજી તરફ સાંજના સુમારે ભારે ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તુટી પડ્યો હતો જેમાં સેટેલાઈટ, ઘુમા, આંબલી બોપલ, જોધપુર, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર, જીવરાજપાર્ક, વેજલપુર સહીતના પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમાં વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઉપરાંત શહેરના પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમા પણ વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. શહેરના દક્ષિણઝોનમા પણ મણીનગર સહીતના અન્ય વિસ્તારોમા વરસાદ પડતા લોકોએ ખુશાલી વ્યકત કરી હતી.અમદાવાદ શહેરમાં આ વર્ષે મોસમના વરસાદની શરૂઆત ગત ૨૫ જુનથી થવા પામી છે. શહેરમા અત્યાર સુધીમા સરેરાશ વરસાદ ૩૭ ઈંચ ઉપરાંત વરસાદ વરસી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks