વલસાડ જિલ્લાના જુદા જુદા ગામોના ૧પ જેટલા બાળકોને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અપાઈ

વાપી, તા.૧૯
વલસાડ જિલ્લામાં આવેલા ગરીબ આદિવાસી માટે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ખૂબ જ સરસ પ્રશનીય કામગીરી કરવામાં આવી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શાળા આરોગ્ય તપાસણી-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા ગામોના ૧૫ જેટલા બાળકોને હ્‌દય રોગની બિમારી હોવાનું માલૂમ પડતા આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ ટીમ સાથે સરકારી વાહનમાં લઇ જઇ ત્યાં તમામ બાળકોની અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી છે.
ધરમપુર તાલુકાના આંતરીયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધામણી-૫, કાકડકુવા-૦૧, તુતરખેડ-૦૨, હનમતમાળ- ૦૧, જામલીયા-૦૨, ભેંસધરા-૦૩, મોહનાકાવચાલી-૦૧ મળી કુલ ૧૫ બાળકોને હૃદય રોગ હોવાનું માલુમ પડયું હતું. બાળકોના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નબળી હોવા ઉપરાંત જાણકારીના અભાવે અમદાવાદ સુધી સારવાર કરાવા જવા માંગતા ન હતા. પરંતુ વલસાડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. અનિલ પટેલેના માર્ગદર્શન હેઠળ ર્ડા. બી.એમ.પટેલ, ર્ડા. હિરેન ચાવડા, ર્ડા. ટવિંકલ દુધૈયા, ર્ડા. ઉપાસના પટેલે વાલીઓને ગંભીર બિમારી વિશેની સમજ આપી, સારવાર અંગેની જાણકારી આપીને અમદવાદ ખાતે સારવાર માટે તૈયાર કર્યા હતા. આરોગ્ય વિભાગ વલસાડ દ્વારા સ્પેશિયલ વાહનની ફાળવણી કરવામાં આવી સાથે મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ સાથે સરકારી વાહનમાં યુ.એન. મહેતા અમદાવાદ હોસ્પિટલ ખાતે લઇ જઇને સારવાર આપવામાં આવી હતી. હવે પછી વધુ સારવારની જરૂરિયાતવાળા બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર આપવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks