અમદાવાદ, તા.૩૧
અમદાવાદ શહેરમાં રખડતા કુતરા મામલે નામદાર હાઈકોર્ટમા જાહેરહીતની અરજી દાખલ કરવામા આવી છે આ પરિસ્થિતિમા અમદાવાદ શહેરમા છેલ્લા સાત વર્ષમા કુલ મળીને ૨૯૫૧૬૪ જેટલા લોકોને કુતરા કરડવાના બનાવ બનવા પામ્યા છે આ સાથે જ દર વીસ અમદાવાદી નાગરીકો સામે એક રખડતો કુતરો છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અમદાવાદ શહેરમા રખડતા કુતરાના રસીકરણ માટે અત્યાર સુધીમા રૂપિયા ૧૦ કરોડની રકમનો ખર્ચ કરવામા આવ્યો હોવા છતાં શહેરીજનો રખડતા કુતરાના ત્રાસમાંથી મુકત થઈ શકયા નથી.આ અંગે પૂર્વ વિપક્ષનેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદ્દરૂદીન શેખે કહ્યુ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એનીમલ બર્થ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમા રખડતા કુતરા પકડવાની અગાઉ કરવામા આવતી કામગીરી વર્ષ-૨૦૦૧થી બંધ કરીને ચાર સંસ્થાઓને રખડતા કુતરા પકડી તેના ખસીકરણ કરવાની કામગીરી સોંપવામા આવી હતી.જે પૈકી છેલ્લા સાત વર્ષમાં એનિમલ રાઈટ ફંડ દ્વારા ૬૩૬૪૯,પીપલ ફોર એનિમલ દ્વારા ૪૬૪૫૪, એનિમલ હેલ્થ ટ્રસ્ટ દ્વારા ૪૭૭૮૫ અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૮૭૮૦ કુતરાની ખસી કરવામા આવી છે.ખરેખર તો આ ચાર સંસ્થાઓને ૨૪૦૦૦૦ કુતરાઓની ખસી કરવાની હતી જેની સામે તેમના દ્વારા માત્ર ૧૬૬૬૬૮ કુતરાની ખસી કરવામા આવી છે. મ્યુનિ. આ સંસ્થાઓને એક કુતરાના ખસીકરણ માટે રૂપિયા ૬૩૬ ચુકવી રહ્યુ છે.અત્યાર સુધીમા રૂપિયા ૧૦ કરોડ જેટલી રકમનો ખર્ચ તંત્ર દ્વારા કરવામા આવ્યો છે આમ છતાં શહેરમા કુતરાની સંખ્યા સતત વધતી જઈ રહી છે.શહેરમા સાત વર્ષમાં ૨૯૫૧૬૪ લોકોને કુતરા કરડયા છે ઉપરાંત હડકવાની રસી પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.શહેરમા રખડતા કુતરા વાહનો પાછળ દોડે છે જેના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.રખડતા કુતરાઓને બહેરામપુરા, દાણીલીમડા અને જુહાપુરા જેવા વિસ્તારોમા છોડી મુકવામા આવે છે.જુહાપુરામા થોડા સમય પહેલા અનેક બાળકોને રખડતા કુતરાઓએ ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.આ સંજોગોમાં હાઈકોર્ટને લોકોને કુતરાના ત્રાસમાંથી બચાવવા ટકોર કરવી પડે તે શાસકો માટે નામોશી ભરી કહેવાય.
કયા વર્ષમાં કેટલાને કૂતરા કરડ્યા ?
અમદાવાદ શહેરમાં રખડતા કુતરા મામલે હાઈકોર્ટમા જાહેરહીતની અરજી દાખલ કરવામા આવી છે આ પરિસ્થિતિમા અમદાવાદ શહેરમા છેલ્લા સાત વર્ષમા કુલ મળીને ૨૯૫૧૬૪ જેટલા લોકોને કુતરા કરડવાના બનાવ બનવા પામ્યા છે. કયા વર્ષમાં કેટલા કેસ તે નીચે મુજબ છે.
વર્ષ કુલ કેસ
૨૦૦૬ ૧૮૪૧૪
૨૦૦૭ ૧૯૮૭૨
૨૦૦૮ ૨૪૪૪૫
૨૦૦૯ ૨૭૧૩૬
૨૦૧૬ ૩૪૯૬૯
૨૦૧૭ ૨૪૦૮૨