અમદાવાદમાં દેશ-વિદેશના ફૂલોથી ભરપૂર, સુંદર, આહ્‌લાદક, મનમોહક ફ્લાવર-શો ખૂલ્લો મૂકાયો

 

દેશ-વિદેશના ફૂલોની સુંદરતા, આહ્‌લાદકતા અને મનમોહકતા માણવા અમદાવાદીઓને ફ્લાવર-શો થકી નવું સરનામું મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ર૦૧૩થી યોજાતો આ ફ્લાવર-શો નિહાળવા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેયર ગૌતમ શાહ અને મ્યુનિ. કમિશનર મુકેશકુમારની હાજરીમાં ફ્લાવર-શોને ખૂલ્લો મૂૂક્યો હતો. આ ફ્લવાર-શોમાં  ઓર્કિડ, ઈંગ્લિશ, ગુલાબ, કોર્નેશન તેમજ અન્ય ફૂલોમાંથી બનાવેલ બટરફ્લાય, જીરાફ, હરણ, કલા કરતો મોર, ફ્લેમિંગો, કલસ્ટર, મીકીમાઉસ ઉપરાંત અન્ય પ્રાણીઓ, સેલ્ફી વોલ, ટ્રી બોલ મળી પ૦થી વધુ સ્કલ્પચર લાઈવ સ્કલ્પચર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks