અમદાવાદમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મોત : ૧પ નવા કેસ નોંધાયા

અમદાવાદ, તા.૨૨
અમદાવાદમાં સ્વાઈન ફ્લુના આજે વધુ ૧૫ કેસ સપાટી ઉપર આવ્યા હતા અને એકનું મોત થયું છે. રાજયના અન્ય વિસ્તારોની સાથે આ વર્ષે અમદાવાદ શહેરમા ઓગસ્ટ માસની શરૂઆતથી સ્વાઈનફલુના જોવા મળેલા કેસ તેમજ મોતની સંખ્યા હવે ક્રમશ ઘટતી નજરે પડી રહી છે અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકની અંદર સ્વાઈનફલુના નવા ૧૫ કેસ નોંધાવા પામ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાથી મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સિવીલ અસારવા ખાતે છ, આજે ૧૫ જેટલા દર્દીઓને રજા આપવામા આવી છે. અત્યારસુધીમા કુલ ૨૩૪૦ દર્દીઓને રજા આપવામા આવી છે.હાલમા કુલ ૪ દર્દી વેન્ટીલેટર પર, ૪ દર્દી બાયપેપ અને પાંચ દર્દી ઓકિસજન ઉપર તેમજ ૪૯ દર્દી સ્ટેબલ છે.હાલમા વિવિધ હોસ્પિટલોમા કુલ મળીને ૫૩ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.હાઉસ ટુ હાઉસના ત્રીજા, ચોથા રાઉન્ડ મળીને અત્યારસુધીમા કુલ ૨૫,૨૦,૧૬૪ ઘરોમા સર્વે કરવામા આવ્યો હતો જેમા ૨૩,૨૩૮ શંકાસ્પદ કેસ પૈકી બી કેટેગરીના ૫૨૮ દર્દીઓને સારવાર આપવામા આવી છે. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીનો પ્રથમ રાઉન્ડ ૧૬મી ઓગસ્ટના દિવસે પુર્ણ કરાયો હતો. જ્યારે હાઉસ ટુ હાઉસ સર્વે બીજો રાઉન્ડ ૨૨મી ઓગસ્ટના દિવસે પુરો કરાયો હતો. હાઉસ ટુ હાઉસ સર્વેનો ત્રીજો અને ચોથો રાઉન્ડ મળીને કુલ ૨૫૨૦૧૬૪ ઘરોમાં સર્વેનું કામ કરવામાં આવ્યું હતું જેમાં ૨૨૨૩૮ શંકાસ્પદ કેસો પૈકી કેટેગરી બીના કુલ ૫૨૮ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આયુર્વેદિક ઉકાળા વિતરણની સંખ્યા હજુ સુધી ૮૪૦૧૪૨ ઉપર પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લુ અંગેની જનજાગૃત્તિ માટે પણ કામગીરી હાથ ધરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks