અમદાવાદ, તા.૧૮
સ્વાઈનફલૂના કહેરને નિયંત્રણમાં લેવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની વચ્ચે આજે શહેરમાં વધુ ચારલોકોના સારવાર દરમિયાન મોત થવા પામ્યા છે આ સાથે જ અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકની અંદર સ્વાઈનફલૂના નવા ૧૧૧ કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના કારણે મોત પામનારનો આંકડો હવે ૫૪ ના આંકડાને પાર કરી ગયો છે. આ માસમાં ૧૮મી ઓગસ્ટ સુધીમાં સ્વાઈનફલૂના ૬૩૬થી પણ વધુ કેસ નોંધાવા પામતા આ રોગને નિયંત્રણમાં લેવામાં મ્યુનિસિપલ તંત્રનું આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ નિવડ્યુ છે.રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામા આવી રહેલા અનેક દાવાઓની વચ્ચે દિવસે અને દિવસે સ્વાઈનફલૂના કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેને પરીણામે સ્વાઈનફલૂને નિયંત્રણમાં લેવા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામા આવી રહેલા તમામ પ્રકારના દાવાઓથી વિપરીત અમદાવાદમાં સ્વાઈનફલૂ બેકાબૂ બની રહ્યો છે.શહેરમાં છેલ્લા ૨૪ કલાકની અંદર સ્વાઈનફલૂના નવા ૧૧૧ કેસ નોંધાવાની સાથે કુલ ચાર લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ ૫૪ લોકોના મોત થવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૮ દિવસની અંદર સ્વાઈનફલૂના ૬૩૬થી પણ વધુ કેસ નોંધાઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ ત્રણ લોકોના સ્વાઈનફલૂના કારણે મોત થતા અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચવા પામ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધતા જતા સ્વાઈનફલૂના કેસને ધ્યાનમાં રાખીને વી.એસ.હોસ્પિટલમાં વધુ ૩૦ પથારી અને પાંચ વેન્ટિલેટર, એલ. જી. હોસ્પિટલમાં ૨૦ પથારી અને ૧૧ વેન્ટિલેટર તેમજ શારદાબેન હોસ્પિટલમાં વધુ ૧૮ પથારી અને ૧૧ વેન્ટિલેટર એમ કુલ મળીને ૬૮ પથારી અને ૩૩ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામા આવી છે.અમદાવાદ શહેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં સ્વાઈનફલૂના કુલ મળીને ૭૭૨કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૭૪ લોકોના મોત થવા પામ્યા છે.રાજયમાં જ્યાં દિવસે અને દિવસે સ્વાઈનફલૂનું સંકટ વધી રહ્યુ છે. સ્વાઈન ફ્લુના કારણે જુલાઈ મહિનામાં ૬૨ કેસ નોંધાયા હતા અને છ લોકોના મોત થયા હતા પરંતુ ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનકરીતે વધી ગયા છે અને મોતનો આંકડો પણ ખતરનાકરીતે વધ્યો છે. માત્ર એક મહિનાના ગાળામાં જ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. હજુ ઓગસ્ટ માસને પૂર્ણ થવામાં સમય છે ત્યારે મોતનો આંકડો ૪૯ ઉપર પહોંચ્યો છે અને કેસોની સંખ્યા ૫૨૫ સુધી પહોંચી ગઈ છે.જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે સ્વાઈન ફ્લૂથી બચવા ઉકાળો પીવડાવાયો હતો.