અમદાવાદનો આ ટેકનોક્રેટ ઊર્જા બગાડ પર અંકુશ મૂકીને ગ્રહને બચાવવાના કામમાં જોતરાયો

(એજન્સી) અમદાવાદ, તા. ૭
અમદાવાદનો આ ટેકનોક્રેટ ઊર્જા બગાડ પર અંકૂશ મૂકીને ગ્રહને બચાવવામાં કામમાં જોતરાયો છે. હરીત સોની નામના અમદાવાદના આ વિદ્યાર્થી માટે ગૂંદર અને પથ્થર વેચવાની દેખીતી કારકિર્દી હતી તેનો પરિવાર વર્ષોથી આ ધંધા કરી રહ્યો છે. પંરતુ સોનીને આ કામ સરળ લાગ્યું નહોતું તેથી તેઓ ભારતની ટેકનો પોપ્યુલેશનના એક ભાગ બન્યાં હતા. સોનીએ આઈટી પાવરહાઉસ બેંગ્લોર ખાતે કામ કર્યું અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય કંપની કેપીએમજીમાં ગયાં ત્યાં તેમણે વિવિધ કંપનીઓને સહાય કરી.આ કંપનીઓના આદાનપ્રદાન દરમિયાન તેમને ઉર્જા વિતરણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનું ભાન થયું હતું. તેમણે કહ્યું કે ઉદ્યોગો અને બિલ્ડિંગો વિશ્વની ઊર્જાના ૫૦ જેટલી ખપત કરે છે. અને તેમાંથી મોટાભાગની ઊર્જાના બગાડ થાય છે તેથી તેને બચાવવાની તાતી જરૂરિયાત છે અને તેના માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ અમદાવાદનો આ ટેકનોક્રેટ ઊર્જા બગાડ પર અંકૂશ મૂકીને ગ્રહને બચાવવામાં કામમાં જોતરાયો હતો. હરીત સોનીનો સ્માર્ટસેન્સ નામનો નવતર પ્રયોગ લગભગ ૭૫૦ કર્મશિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઉપભોકતાઓને સહાય કરી રહ્યો છે. તેમને કહ્યું કે આજે જ્યારે આબોહવા બદલાવ સૌથી મોટા ખતરા તરીકે બહાર આવી છે ત્યારે ઊર્જાનો બચાવ કરીને તેનું સંરક્ષણ કરવાની તાતી જરૂરિયાત ખડી થઈ છે. અને તેથી કોઈ પણ ભોગે ઊર્જાના બચાવવાનો અવનવા માર્ગો શોધી કાઢવા પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks