Ahmedabad

અમદાવાદીઓ ચેતી જજો : હવે જાહેરમાં ગીત ગાયું તો ખૈર નથી

અમદાવાદીઓ માટે ખાસ સુચના જાહેર કરવામાં આવી છે અને આ સુચના અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંહ તરફથી આપવામાં આવી છે. ૭ મે ૨૦૧૯થી ૨૧ મે ૨૦૧૯ સુધી કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમા કોઇની નકલ કરવી, જાહેરમાં ગીત ગાવું કે પછી કોઇની મિમિક્રી કરવી કે જાહેરમાં ભાષણ કરવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા ૭મેં ૨૦૧૯થી ૨૧મેં ૨૦૧૯ સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેના કોઇ પણ નિયમને અનુસરવામાં નહીં આવે તેની સામે કડક પગલા લેવામાં આવશે, આ સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે ફોજદારી અધિનિયમ અને ૧૮૬૬ની કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુંજબ તે વ્યક્તિ કે જેણે આ જાહેરનામાંનો ભંગ કર્યો છે તે સજાને પાત્ર થશે. સાથે સાથે જાહેરનામું ભંગ કરનારા વ્યક્તિ પર દંડાત્મક પગલા પણ ભરવામાં આવશે.
મહત્ત્વનું છે કે, હવે લોકસભાની ચૂંટણીના પરિણામનો દિવસ ધીરેધીરે નજીક આવી રહ્યો છે ૨૬મી મેંનારોજ પરિણામો છે અને તેને લઇને જ કાયદો અને વ્યવસ્થા જાળવવી ખુબ જ મહત્વની બની ગઇ છે તેને લઇને તંત્રએ ચાંપતો બંદોબસસ્ત અને વ્યવસ્થા ગોઠવી દીધી છે. તેના જ ભાગ રૂપે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.