અમદાવાદમાં વરસાદથી ઉકળાટ અને બફારામાં રાહત

સમગ્ર રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે. શરૂઆતના તબક્કામાં મૂશળધાર વરસ્યા પછી વરસાદે કેટલીક જગ્યાએ વિરામ લીધો તો કેટલીક જગ્યાએ ધીમી ધારે કે ઝાપટાં સ્વરૂપે મેઘમહેર થઈ રહી છે ત્યારે શુક્રવારે સાંજના સુમારે અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની સવારી આવી પહોંચી હતી અને તે જ પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને પરિણામે છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમી, ઉકળાટ અને બફારાથી ત્રાસેલા શહેરીજનોને રાહત થઈ હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેણે તંત્રની પોલ પણ ખોલી હતી. જો સામાન્ય ઝાપટાઓમાં આ સ્થિતિ છે તો એક સામટો અનેક ઈંચ પડશે તો શું થશે ? તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks