અમદાવાદની યુવતી સાથે અડપલાં કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ

જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલા જેનિશ ફાર્મ હાઉસ ખાતે બનેલા એક બનાવમાં અમદાવાદની એક પરિણીતાને મેકઅપનું કામ અપાવી દેવાની લાલચ આપી લઈ જઈ આ યુવતીને અડપલાં કરી જાનથી મારી નાખવા અંગેની ધમકી આપ્યાની ચોર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શાંતમ ફલોરા, નિકોલ, અમદાવાદ ખાતે રહેતી ડિમ્પલ જીગ્નેશભાઈ વસોયા (ઉ.વ.૨૩) એ ગઈકાલે રાત્રીના ૯ કલાકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર મીરાબેન અશ્વિનભાઈ બોરીચા (રહે. કેશવ પ્રિય હોમ્સ, કે.પી.હાઉસની સામે, નિકોલ ગામ રોડ અમદાવાદવાળા) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપીએ તેણીને મેકઅપનું કામ અપાવી દેવાની લાલચ આપી અને તેણીના મમ્મીના ઘરેથી તેની સાથે કેશોદ લાવેલ અને ત્યાંથી આરોપી અશ્વિનભાઈ રામભાઈ બોરીચા (રહે.કેશોદવાળાએ) તેની ગાડીમાં મેંદરડા મુકામે લાવીને રાજુભાઈ (રહે. કેશોદવાળા)ને બોલાવી અને તેને સાથે લઈ આરોપી નરેન્દ્રભાઈ પોલીસવાળા (રહે. મેંદરડાવાળાના) ઘરે તેણીને લઈ જઈ અને ત્યાંથી સાસણ મુકામે શૂટીંગ કરવાના બહાને ફાર્મ બતાવીને રાત્રે રોકાયેલ તેમજ જેનિશ ફાર્મ હાઉસમાં રૂમ અપાવી દઈ અને આરોપી પો.કો. નરેન્દ્રએ રાત્રીના બારેક વાગ્યાનાં અરસામાં રૂમમાં આવીને તેણીના શરીર સાથે અડપલાં કરી અને નિર્લજ્જ હુમલો કરતા તેણી રાડારાડ કરવા લાગી હતી. આ દરમિયાન મીરાબેન અશ્વિનભાઈ બોરીચા ત્યાં આવી ગયેલ અને કહેલ કે, તેને અહીં મેકઅપનું કામ કરવા નહીં પરંતુ આ કામગીરી કરવા માટે અમારા પ્લાન મુજબ લાવવામાં આવેલ છે તેમ કહીને તેણીને ઢીકાપાટુનો માર મારેલ જ્યારે અન્ય આરોપીઓએ ત્યાં આવી અને તેણીને કહેલ કે, અશ્વિનભાઈ રામભાઈ બોરીચા બલી ડાંગરનો જમણો હાથ છે અને તેણે ૯થી ૧૦ ખૂન કરેલ છે. તેવું જણાવેલ આ ઉપરાંત આરોપી નરેન્દ્ર પોલીસવાળો જ છે અને જે મેંદરડાનો જ છે. જેથી આ બાબતે ફરિયાદ કે બીજા કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવામાં આવશે તેવી ધમકી આપી અને ડિમ્પલ જીગ્નેશભાઈ વસોયાને અમદાવાદથી સાસણ લાવીને શારીરિક શોષણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતાં પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૩૬૬, ૩૫૪-અ, ૧૧૪, ૧૨૦-બી મુજબનો ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ મેંદરડાના પીએસઆઈ કે.એમ. ગઢવી ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks