Sports

અમે સારી બેટિંગ કરી નહીં : કોહલી જીતીને સારું લાગી રહ્યું છે : સ્મિથ

બેંગ્લોર, તા.ર૯
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો કે તેના બેટ્‌સમેન ઓેસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથી વન-ડેમાં સારું પ્રદર્શન કરી શકતા હતા પણ આ હારને એક દિવસનું ખરાબ પ્રદર્શન ગણાવ્યું કોહલીએ કહ્યું કે, અમે ૩૦મી ઓવર સુધી મેચમાં હતા મને લાગ્યું કે, અમે તેમને ૩પ૦ રને અટકાવી દઈશું તો સારું રહેશે અને અમે તેવું કર્યું. કોહલીએ કહ્યું કે, અમારી શરૂઆત સારી રહી અમને ઓપનિંગ ભાગીદારી બાદ વધુ એક સારી ભાગીદારીની જરૂર હતી. અમે સારી બેટિંગ કરી નહીં આવું થાય છે. તેણે કહ્યું કે, ઉમેશ અને મો.શમીએ સારી બોલિંગ કરી. સ્પિનરોનો દિવસ હંમેશા સારો નથી હોતો. ઓસ્ટ્રેલિયાએ ઘણું સારું પ્રદર્શન કર્યું. અમે એટલું ખરાબ પણ નથી રમ્યા પણ તેમનું પ્રદર્શન અમારાથી સારું હતું બીજી બાજુ ઓસી. કપ્તાન સ્મિથ ખુશ છે મેચ બાદ સ્મિથ કહ્યું કે, જીતીને સારું લાગી રહ્યું છે વોર્નર અને ફિન્ચે શાનદાર ઈનિંગ રમી વચ્ચે અમે સતત વિકેટ ગુમાવી પણ અંતે હેન્ડસકેમ્બે સારી ઈનિંગ રમી.