અમે વિજયની ફોર્મ્યુલા ભૂલી ગયા છે : કપૂગેદરા

પબ્લેકલ, તા.ર૮
શ્રીલંકાના કાર્યવાહક કપ્તાન કાપૂગેદરાનું માનવું છે કે તેની ટીમ વિજયની કળા ભૂલી ગઈ છે અને તેણે ટીમને આગ્રહ કર્યો કે તે જવાબદારી લે અને ભારત વિરૂદ્ધ ચોથી વન-ડે પહેલાં પોતાની નબળાઈઓ દૂર કરે તેણે કહ્યું કે, બહારની કોઈપણ સમસ્યા નથી પણ મને લાગે છે કે અમે વિજયની ફોર્મ્યુલા ભૂલી ગયા છે તેણે કહ્યું કે, મેં અનેક ટીમો સાથે આવું થતાં જોયું છે. જ્યારે ટીમ હારી રહી હોય છે ત્યારે વિજયની નજીક પહોંચીને પણ જીતી શકતી નથી એટલા માટે અમે વિજયની ફોર્મ્યુલા ગુમાવી દીધી છે. હવે અમારે એક મેચ જીતવી પડશે અને પછી તે લયને આગળ વધારવી પડશે. જો કે કપૂગેદરા બોલરોના પ્રદર્શનથી ખુશ જણાયો પણ તેણે બેટ્‌સમેનોને સારું પ્રદર્શન કરવાની સલાહ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત પરાજયથી શ્રીલંકાના ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે ત્રીજી વન-ડેમાં બાઉન્ડ્રી ઉપર ફિલ્ડીંગ કરી રહેલા શ્રીલંકન ઉપર દર્શકોએ બોટલ ફેંકી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks