અમેરિકા અમને ખાતરી કરાવવાનો પ્રયાસ કરે છે કે ભારત તેમના માટે ખતરો નથી : પાકિસ્તાનના વિદેશમંત્રી

(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૭
અમેરિકાએ પાકિસ્તાનને ખાતરી કરાવી છે કે, ભારત તેના માટે ખતરારૂપ નથી. તેથી ઈસ્લામાબાદે નવી દિલ્હી પ્રત્યેનું તેનું વલણ બદલવું જોઈએ. તેમ પાકિસ્તાનના રક્ષામંત્રી ખુરમ દસ્તગીરે જણાવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા સાથે પ્રર્વતતી કેટલીક ગેરસમજો દૂર કરવા માટે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વાતચીત કરવાનો આ યોગ્ય સમય છે.
પાકિસ્તાનની સંસદમાં સરકારની વિદેશનીતિ અને પાકિસ્તાનની આંતરિક સલામતી સ્થિતિ અંગે બોલતા વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત દ્વારા સરહદપુર આક્રમક રૂપને અમેરિકા દ્વારા નજરઅંદાજ કરાય છે જે ખેદજનક છે. તેમ ડોન અખબારે જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે, ભારતનો દૃષ્ટિકોણ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે પાયાની વિવિધતા અંગે જુદો છે. હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે નિખાલસ વાતચીત કરવી જરૂરી છે.
તેમણે કહ્યું કે, અમેરિકા પાકિસ્તાનને એવી ખાતરી કરાવવા માંગે છે કે, ભારત તેના માટે ધમકીરૂપ નથી. તેથી ભારત પ્રત્યે તો વલણ બદલે. પરંતુ ભારતનું પાકિસ્તાન પ્રત્યેનું વલણ એકાએક બદલાઈ જાય છે. પાકિસ્તાને ભારતના આરોપોને ફગાવી દઈ કહ્યું છે કે, ભારત અફઘાનિસ્તાનની ભૂમિ પરથી ચિંતાજનક પ્રવૃત્તિઓ કરે છે.
ખાને આરોપ મૂક્યો કે ભારત પાસે સરહદે માણસોનો સાધનો અને લશ્કર ખડક્યું છે. ભારત સરહદે મોટાપાયે લશ્કરીકરણ કરી રહ્યું છે. તેમજ પાડોશી દેશ સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. તેના કારણે ભારત સાથે શાંતિ માટેના પ્રયાસોને ધક્કો પહોંચ્યો છે. તેમણે કહ્યું કે, ર૦૧૭નું વર્ષ સરહદ પર ખૂનાખરાબાનું રહ્યું. ભારતે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી પાકિસ્તાનના નાગરિકો મારી નાંખ્યા હતા. અમેરિકા અફઘાનિસ્તાનમાં ત્રાસવાદ સામેનું યુદ્ધ જીતવામાં સફળ થયું નથી.
વિદેશમંત્રીએ સંસદમાં બતાવ્યું કે, પાકિસ્તાને ટ્રાયબલ વિસ્તારોમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ચલાવ્યું હતું. હવે દેશમાં ત્રાસવાદીઓ માટે કોઈ સલામત સ્થળ નથી. ર૦૦૧ પછી પાકિસ્તાન અને તેના લોકોએ ત્રાસવાદ સામેની લડતમાં આપેલા બલિદાનને અમેરિકાએ અનુમોદન કરવું જોઈએ. અફઘાનિસ્તાન હવે ત્રાસવાદીઓ માટે સલામત બન્યું છે ત્યારે અમેરિકા અફઘાનિસ્તાનના આંતરિક માળખા પ્રત્યે બેદરકાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks