અમેરિકામાં કોલ સેન્ટરમાંથી અબજોનું કૌભાંડ કરવાના ગુનામાં ર૧ ભારતીયોને ર૦ વર્ષની સજા

ન્યૂયોર્ક,તા.૨૧
અમેરિકામાં કરોડો ડોલરના કોલ સેન્ટર કૌભાંડમાં સામેલ હોવાને લઈને ભારતીય મૂળના ૨૧ લોકોને ૨૦ વર્ષની કેદની સજા કરવામાં આવી છે. ભારત સ્થિત બોગસ કોલ સેન્ટર કૌભાંડ દ્વારા હજારો અમેરિકન નાગરિકો પાસેથી કરોડો ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી. આ સપ્તાહે જે ૨૧ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાંથી ચારને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
ઘણા દોષિતોને સજા પૂરી થયા બાદ ભારત મોકલી દેવામાં આવશે. અમેરિકાના એટર્ની જનરલ જેફ સેશન્સે આ ચૂકાદાને મોટો વિજય ગણાવ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોલ સેન્ટર કૌભાંડ દ્વારા હજારો અમેરિકનો પાસેથી કરોડો ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી. ભારત સ્થિત કોલ સેન્ટરથી તમામ નકલી યોજનાઓ લઈને ટેલિફોન કરવામાં આવ્યા હતા અને હજારો અમેરિકનોને ચૂનો લગાવવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ઊંમરલાયક લોકોનો સામેલ છે.
અમેરિકનોને અમદાવાદ સ્થિત કોલ સેન્ટરોમાંથી ફોન કરવામાં આવ્યા હતા. ફોન કરનારા લોકોએ પોતાને અમેરિકાના ઈન્ટરનેશનલ રેવન્યુ સર્વિસ કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરી છે. ડેટા બ્રોકર્સથી મળેલી સૂચનાઓનો ઉપયોગ કરીને તમામ અમેરિકનોને ચૂકવણી ન કરવા બદલ ધરપકડ, દંડ કે અમેરિકાની બહાર કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. પીડિતોએ આ લોકોની વાતોમાં આવી ગયા હતા અને તેમને રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. આ પહેલા ત્રણ ભારતીયોને પણ આ છેતરપિંડી અને મની લોન્ડરિંગ સ્કિમ માટે સજા ફટકારવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks