નો.કોરિયા સાથે સંબંધોમાં તણાવ માટે ચીન જવાબદાર : અમેરિકી ડિફેન્સ મિનિસ્ટર

(એજન્સી) વૉશિંગ્ટન, તા.૩૦
અમેરિકા સાઉથ કોરિયાની સાથે સૈન્ય અભ્યાસ યથાવત રાખશે. અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મેટિસે બુધવારે આ અંગેની જાણકારી આપી છે. મેટિસે કહ્યું કે, અમેરિકા પાસે હજુ સાઉથ કોરિયા સાથે મિલિટરી ડ્રિલ અટકાવવાનું કોઇ કારણ નથી. સાથે જ આ પ્રકારનો કોઇ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી. આ પહેલાં જૂનમાં સરમુખત્યાર કિમ જોંગ અને પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત બાદ અમેરિકાએ સદભાવનાનો સંકેત આપતા સાઉથ કોરિયા સાથે મિલિટરી ડ્રિલ અટકાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આ મામલે ચીન મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે.
ગત અઠવાડિયે અમેરિકાએ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની નોર્થ કોરિયાની મુલાકાત રદ કરી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા માટે વધુ પ્રયત્નો નથી કરી રહ્યું, તેથી તેઓ પોમ્પિયોને પ્યોંગયાંગ નહીં મોકલે.
ટ્રમ્પે કહ્યું હતું કે, આ મામલે ચીન મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે. જો કે, ચીને ટ્રમ્પના નિવેદનને બિનજવાબદાર ગણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks