અમેરિકામાં શીખ પોસ્ટમાસ્તર પર ચાકુ વડે હુમલો, પાઘડી પણ ચીરી નાખી, વીડિયો વાઇરલ

(એજન્સી) તા.૬
અમેરિકામાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક શીખ પોસ્ટમાસ્તર પર ગળા પર ચાકુ વડે હુમલો કરાયો હતો. જોકે દરમિયાન તેમના માથામાં ઇજા થતાં તેમની પાઘડી પણ ચીરાઇ ગઇ હતી. આ હુમલો એક ચોરે કર્યો હતો. તારસેમ થેથી આ હુમલાને પગલે ગંભીર રીતે ઘવાયા હતા. તેમની પત્ની કુલવંતસિંહે જણાવ્યું કે બર્મિંઘમ ખાતે આવેલા એરડિંગટન ખાતેની પોસ્ટઓફિસમાં હુમલો કરનારા વ્યક્તિ ખરેખર એ જ વ્યક્તિ છે એ વિશે હું ચોક્કસપણે ના કહી શકું. આ ઘટના માર્ચ મહિનામાં બની હતી પરંતુ તેનો આશ્ચર્યજનક વીડિયો પોલીસે હાલમાં જાહેર કર્યો છે. તેમના પર છ ઇંચની બ્લેડ વડે પણ હુમલો કરાયો હતો. થેન્થીએ કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઇ અમારી ઓફિસે આવે તો અમે તેને શુભેચ્છા પાઠવીએ અને કહીએ કે ગુડ મોર્નિંગ. પરંતુ આ વખતે જ્યારે તે આવ્યો અને હું કંઇ બોલું એ પહેલા તેણે મારા ચહેરા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેના હાથમાં ચાકૂ હતું જે મારા ગળામાં વાગ્યું હતું. ઇજા સામાન્ય જ થઇ અને બે સેમી જેટલું જ ચાકૂ મારા ગળામાં ગયું.
પરંતુ તમે વિચારી શકો છો કે તેની પીડા કેટલી ગંભીર હતી. તે મારા પાસે પૈસા અને ચાવીઓની માગણીઓ કરી રહ્યો હતો. તે ગાંડો હતો, તે મને ધક્કા મારી રહ્યો હતો અને ચાકુ વડે ધમકાવી
રહ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts