પાકિસ્તાનને સંરક્ષણ મુદ્દે સહાય કરવામાં અમેરિકા મૂકશે ૩૮૦૦ કરોડનો કાપ

ઇસ્લામાબાદ,તા.૩૦
અમેરિકાએ અગાઉ જાહેરાત કરી હતી કે તે પાકિસ્તાનને સંરક્ષણ મુદ્દે આશરે ૭૦૦ મિલિયન ડોલર (૪૮ અબજ રૂપિયા)ની સહાય આપશે. જોકે હવે એવા અહેવાલો છે કે અમેરિકા પાકિસ્તાનથી બહુ ખુશ નથી અને આ સહાયમાં મોટા પાયે ઘટાડો કરવાનું વિચારી રહ્યું છે. કાપ મુકતા અમેરિકા હવે પાકિસ્તાનને માત્ર ૧૫૦ મિલિયન ડોલર જ આપે તેવી શક્યતાઓ છે. આગામી વર્ષે આ સહાય આપવામાં આવી શકે છે. થોડા દિવસ પહેલા જ અમેરિકાએ જાહેરાત કરી હતી કે પાકિસ્તાનમાં જે નવી સરકાર બનશે તેની સાથે તેઓ સંબંધો સુધારવા તરફ વિચારશે. આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ સંરક્ષણ ક્ષેત્રે જે સહાય આપવાની જાહેરાત કરી હતી તેમાં કાપ મુકવાનું વિચાર્યું છે.
આતંકવાદ સામે લડવાના હેતુથી અમેરિકા આ સહાય પાકિસ્તાનને આપી રહ્યું છે. જોકે આ સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષોથી પાકિસ્તાન અમેરિકાને મુર્ખ બનાવીને સહાય લેતુ રહ્યું છે. જોકે બીજી તરફ આતંકવાદ સામેની લડાઇમાં કોઇ જ યોગ્ય બદલાવ પાકિસ્તાન નથી લાવી શક્યું. પાકિસ્તાનમાં હક્કાની નેટવર્ક, લશ્કરે તોયબા હાલ ફરી સક્રીય થઇ ગયા છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા પાકિસ્તાનથી નારાજ છે. જેને પગલે તે હવે સંરક્ષણ ક્ષેત્રે આપવાની સહાયમાં મોટા પ્રમાણમાં કાપ મુકવા જઇ રહ્યું છે.
અમેરિકા આતંકવાદના ખાતમાના નામે ૨૦૦૨થી અત્યાર સુધીમાં ૧૪.૫ બિલિયન ડોલરની સહાય આપી ચુક્યું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈન્યને ઉતારવામાં આવ્યા તે બાદની આ સહાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથેના સંયુક્ત કરારો અંતર્ગત આ સહાય અપાઇ હતી. જોકે હવે પાકિસ્તાનને આ કરારોમાંથી અમેરિકાએ અલગ કરી નાખ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks