International

પ્રતિબંધો લાગુ કરાયા બાદ પણ ઈરાન પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવા દેવા ભારત અને અન્ય સાત દેશો માટે અમેરિકા સંમત

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર
ભારત, જાપાન અને સાઉથ કોરિયા સહિત આઠ દેશોને ઓઈલ ઈમ્પોર્ટ કરવાની મંજૂરી આપવા માટે અમેરિકા તૈયાર થઈ ગયું છે. આ જાણકારી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક ઉચ્ચ અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પનો હેતુ ઈરાનની અર્થવ્યવસ્થા ધીમી કરવાનો હતો, પરંતુ તેના કારણે તેલની કિંમતોમાં વધારો મંજૂર નથી. એવામાં આઠ દેશોને તેલના ઈમ્પોર્ટમાં છૂટ આપવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આ સંબંધે શુક્રવારે જાહેરાત પણ કરી શકે છે. ઈરાનના તેલનું સૌથી મોટું ખરીદદાર ચીન પણ હાલ આ શરતોને લઈને અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે. હાલ, અમેરિકાને ઓઈલ ઈમ્પોર્ટમાં છૂટ મેળવનાર આઠ દેશોમાંથી પાંચ દેશોના નામ જાહેર નથી કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આઠ દેશોને રાહત આપવામાં પણ સંતુલન જાળવી રાખશે, જેનાથી ઓઈલ માર્કેટમાં પર્યાપ્ત સપ્લાય થતી રહે. સાથે જ તેલની કિંમતોમાં પણ વધારો ના થાય. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશ એ પણ ધ્યાન રાખશે કે ઓઈલ ઈમ્પોર્ટથી ઈરાનની સરકાર પર્યાપ્ત રેવન્યૂ પણ મેળવી નથી શકી. ગત મહિને અનેક દેશોને ઈમ્પોર્ટમાં છૂટ મળવાની અટકળોથી વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલના દામ ૧પ ટકા ઘટીને ૮પ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયા હતા. સાથે જ સંકેત પણ મળ્યા હતા કે, ઓપેક સભ્યો આપૂર્તિમાં આવેલી ઊણપને પૂરી કરશે. શુક્રવારે સવારે લંડનમાં ક્રૂડ ફ્યૂચર્સની કિંમત ૭૩.૦૪ ડોલર પ્રતિ બેરલ હતી. અમેરિકાના વિદેશમંત્રી પોમ્પિયોએ પહેલાં પણ કહ્યું હતું કે, અમને આશા છે કે, આ તમામ દેશ ઈરાનથી તેલ ઈમ્પોર્ટ નહીં કરે. આવું નહીં કરનારા દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જો કે, તેઓએ આવા દેશોને અમુક શરતોની સાથે છૂટ આપવાની પણ વાત કહી હતી, જેઓનું એનર્જી સેક્ટર મિડલ ઈસ્ટ તેલ ઉત્પાદકો પર નિર્ભર છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આઠ દેશોને મળતી છૂટ અસ્થાયી હશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.