અમેરિકાના કોલોરાડોના વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર થતાં બેનાં મોત

(એજન્સી) અમેરિકા, તા.ર
અમેરિકાના કોલોરાડોમાં અજાણ્યા બંદૂકધારીએ વોલમાર્ટના સ્ટોરમાં ગોળીબાર કર્યો હતો. જેમાં રનાં મોત નિપજ્યા છે. જ્યારે ૧ વ્યક્તિ ઘાયલ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્ટોરને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. કાલે જ લોઅર મૈનહટનમાં આતંકી ઘટના ઘટી હતી. જ્યાં પગપાળા અને સાઈકલ પર સવાર થઈને જતા લોકોના રસ્તા પર વેન ચઢાવી દેવામાં આવી હતી. લોઅર મૈનહટનની આ ઘટનામાં ન્યૂયોર્ક પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. હુમલાખોરનું નામ સેફુલો સાઈપોવ છે. આ ઘટના ચેમ્બર્સના ક્ષેત્ર અને વેસ્ટ સ્ટ્રીટના અપ માર્કેટ ટ્રિબેકામાં ઘટી હતી. અમેરિકી મીડિયાએ જણાવ્યું કે ઘટનાસ્થળ સ્ટુવેન્સેન્ટ હાઈસ્કૂલથી વધારે દૂર નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks