ઇઝરાયેલના મંત્રીએ ઇરાનને કહ્યું : અમેરિકાના પ્રતિબંધો તો ફક્ત શરૂઆત છે

(એજન્સી) તા.ર૮
ઇરાનને સંબોધતાં ઇઝરાયેલના ટ્રાન્સપોર્ટેશન મંત્રી યિઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે ઇરાન પર મૂકાયેલા અમેરિકી પ્રતિબંધો તો ફક્ત શરૂઆત જ છે. શિહેબ.પીએસ નામના અખબારે આ માહિતી આપી હતી. ઈરાનમાં વર્તમાન કથળતી જતી ઇકોનોમિક સ્થિતિ વિરુદ્ધ વધતાં જતા અસંતોષ અને દેખાવો અંગે કાત્ઝેએ કહ્યું હતું કે તહેરાનમાં કેન્દ્રનું બજાર બંધ થશે અને અર્થતંત્ર ડગમગી જશે. તેણે કહ્યું કે તેઓ એક ધનિક દેશ તરીકે વર્તન કરી રહ્યાં છે, જોકે તેમના ખિસ્સા તો ખરેખર ખાલી જ છે. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી એકતરફી રીતે હાથ પાછો ખેંચી અમેરિકાને એકલો હટાવી લીધો હતો. નોંધનીય છે કે આ કરાર સાથે અન્ય પાંચ દેશો પર સંકળાયેલા છે જેઓ આ કરાર સાથે જળવાઇ રહ્યા છે પરંતુ અમેરિકા તેમના પર પણ દબાણ કરી રહ્યું છે કે જેથી કરીને તેઓ પણ આ કરારમાંથી હટી જાય અને ઇરાનને એકલું પાડી દે પરંતુ અમેરિકા પોતે જ આ કરારમાંથી હટીને એકલું પડી ગયું છે. ર૦૧પના આ કરારમાંથી ખસી ગયા બાદ અમેરિકાએ ઇરાન પરના પ્રતિબંધોને વધુ આકરા બનાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેના બાદ અમેરિકાએ નવી શરતો સાથે નવા કરારની પહેલ કરી હતી અને કહ્યું હતું કે ઇરાને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સમક્ષ તેના પરમાણુ કાર્યક્રમોની વિગતો જાહેર કરવી જોઇએ અને યુરેનિયમનું સંવર્ધન બંધ કરવું જોઇએ તથા તમામ થિક વોટર રિએક્ટરને બંધ કરી દેવા જોઈએ. અમેરિકાએ ઇરાન પર દબાણ કરતાં કહ્યું હતું કે ઇરાને બેલેસ્ટિક હથિયારો મિસાઇલો બનાવવાનું બંધ કરવું જોઇએ, હિઝબુલ્લાહ અને હૌથી જેવા સંગઠનોને પણ મદદ બંધ કરવી જોઇએ અને સીરિયામાંથી ઇરાની સેનાને પાછી બોલાવી લેવી જોઇએ. અમેરિકાએ એવું પણ કહ્યું હતું કે ઇરાને ઇઝરાયેલને ધમકાવવાનું બંધ કરી દેવું જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks