(એજન્સી)
વોશિંગ્ટન,તા.૧૩
અમેરિકામાં એક શાળામાં મુસ્લિમ વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે. મુસ્લિમ વિરોધી એક શિક્ષકે વિદ્યાર્થિનીનો હિજાબ તેના માથા પરથી બળજબરીથી ખેંચી કઢાવ્યો હતો. સૂત્રો મુજબ અમેરિકી કાઉન્ટી નૈશ વૈલીના મુખ્ય કાર્યાલય ટીની સિઝના એક સ્કૂલ ન્યૂઝના એકેડેમીમાં શિક્ષકે મુસ્લિમ છોકરીના માથા પર હિજાબ પોતાના હાથ વડે ખેંચીને જબરદસ્તીથી ઉતરાવી દીધો હતો. આ ઘટના પર ચારે તરફથી ટીકાઓનો વરસાદ થયો છે. કલાસમાં હાજર વિદ્યાર્થીઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો જે વાયરલ થઈ ગયો છે વીડિયો વાયરલ થયા બાદ શિક્ષકની તીવ્ર ટીકાઓ થઈ રહી છે. ત્યાં હવે પ્રિન્સિપાલએ આ બાબતને ધ્યાનમાં લઈ શિક્ષકને બરતરફ કરી દીધા છે. જો કે સસ્પેન્ડ કરાયા પહેલાં શિક્ષકે છોકરીનો હિજાબ ખેંચી કાઢવાની વાતને પાયાવિહોણા આરોપ બતાવતા એનાથી પોતે અજાણ હોવાનું સ્વીકાર્યું હતું. જો કે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલ વીડિયોએ શિક્ષકની પોલ ખોલી દીધી અને સચ્ચાઈ સહુની સામે આવી ગઈ. વીડિયોનો સાબિતીના રૂપે ઉપયોગ કરીને શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
0.5