અમેરિકા દ્વારા કેનેડી હત્યાકાંડની આશરે ૩૦૦૦ ફાઈલો જારી

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૭
અમેરિકા હુમલામાં માર્યા ગયેલા પૂર્વ પ્રમુખ જ્હોન કેનેડીને લગતી ૩ હજાર ખાનગી ફાઈલો ખુલ્લી મૂકાશે. જે હુમલાને સંબંધિત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને મંજૂરી આપી દીધી છે. પરંતુ કેટલીક ફાઈલો ખૂબ જ સંવેદનશીલ છે જે સેના અને ગુપ્તચર વિભાગના હિન ખાતર હમણાં બહાર નહીં પડાય. નેશનલ આર્ચીવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ૧૯૬૩માં ડલાસમાં રર નવેમ્બરના રોજ પૂર્વ પ્રમુખ કેનેડી પર થયેલા જાન લેવા હુમલાને લગતી ર૮૯૧ ફાઈલો ખુલ્લી મૂકવાનો ટ્રમ્પ તંત્રએ હુકમ કર્યો છે. આ હત્યાથી સમગ્ર અમેરિકામાં આઘાતનું મોજું ફેલાયું હતું. લોકો જાણવા માંગતા હતા કે આ હત્યા પાછળ ખરેખર કોનો હાથ છે. ટ્રમ્પે કેટલીક ફાઈલો બહાર પાડવાની મુલત્વી રાખી છે જે ૧૮૦ દિવસમાં સમીક્ષા બાદ નિર્ણય કરાશે. જે સુરક્ષા એજન્સીઓની વિનંતી બાદ મુલત્વી રખાઈ છે. ટ્રમ્પે કહ્યું કે સેના અને સુરક્ષા એજન્સીઓ અને વિદેશી સંબંધોને ધ્યાનમાં રાખી બહાર પડાઈ નથી. જો તે તાત્કાલિક બહાર પડાય તો ભૂંકપ સર્જે તેમ છે. લોકો એવું ઈચ્છે છે કે સરકાર હુમલા અંગે સત્ય બહાર લાવે. ટ્રમ્પે એજન્સીઓને આ અંગે પારદર્શિતા લાવી ઝડપથી કામ કરવા કહ્યું છે તેમ પ્રેસ સેક્રેટરી સરાહ સેન્ડર્સે કહ્યું હતું. નેશનલ આર્ચીવ વધુ રેકોર્ડ ખોલશે. ટ્રમ્પ જો કે ફાઈલો અટકાવવા બાબતે ખુશ નથી. કેનેડીનો હત્યારો હત્યાના અઠવાડિયા પહેલાં મેક્સિકો શહેરમાં દેખાયો હતો. જેનું નામ લી હાર્વે ઓસવાલ્ડ હતું. દસ્તાવેજોમાં ગુપ્તચર વિભાગના વડા જેમ્સ જીસસે પણ તેનો ઉલ્લેખ કર્યો છે. સીઆઈએના ડાયરેકટરે હત્યાના બીજા દિવસે આ હત્યાને રાજનૈતિક બતાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks