(એજન્સી) મીના, તા.પ
અમેરિકાના હજયાત્રીઓએ કહ્યું કે હજયાત્રીઓ હજ માટે ભેગા થાય છે. તેઓ એકતા અને ભાઈચારાની લાગણી વ્યક્ત કરે છે. તેમણે સઉદી સરકારની હજયાત્રાની વ્યવસ્થાની પ્રસંશા કરી હતી. અરબ ન્યુઝે કરેલા એક સર્વેક્ષણમાં જોવા મળ્યું કે અમેરિકી હજયાત્રીઓ મીનામાં હજ બાદ તેમની લાગણી વશ થઈ હતી. તેઓએ હજની તૈયારી અને આયોજનની નોંધ લીધી હતી. અમેરિકી હજયાત્રીઓના મુકામ ખાતે અમેરિકાના હેઈતીના નાગરિક એનીવીલ જ્યુનીલ કેમસેલે કહ્યું કે એક વિરાટ જનસમુદાયને નિયંત્રિત કરવો અને આયોજન કરવાની સઉદી અરેબિયાની સમગ્ર ક્ષમતાને દુનિયાએ બિરદાવી હતી. થોડાક દિવસો માટે ર૦ લાખ હજયાત્રીઓને સાંકડા ભૌગોલિક વિસ્તારમાં યજમાન બનાવવા ઘણું મુશ્કેલ છે. કેમસેલે કહ્યું કે સઉદી સોસાયટી સારી સહિષ્ણુતા અને સહકારની ભાવના ધરાવે છે. તેઓ તેમના ટેન્ટ શોધવા જતા રસ્તે ભૂલ્યા હતા ત્યારે સઉદી સહયોગીઓએ તેમને મુકામે પહોંચાડ્યા હતા. વિવિધ દેશોમાંથી હજ કરવા આવેલ મુસ્લિમોને માટે વિવિધ સુવિધાઓ અને માર્ગદર્શન અંગે ૩પ જેટલા કેન્દ્રો ખોલાયા હતા. જ્યાં તેમને હજયાત્રા સરળતાથી થાય તે માટે જરૂરી સુવિધાઓ પૂરી પડાઈ હતી. કમાલે કહ્યું કે અમેરિકન હજયાત્રીઓ પુસ્તક પ્રેમી હતા. તેઓએ મક્કામાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. અમેરિકી હજયાત્રીઓએ શાંતિ માટે મોહમ્મદ પયગમ્બર સાહેબની આત્મકથા વાંચવામાં રસ લીધો હતો. કમાલે નોંધ્યું હતું કે અમેરિકી હજયાત્રીઓ સંગઠિત હતા અને તેમના તમામ કાર્યક્રમો માટે પ્રતિબદ્ધ હતા. અમેરિકી હજયાત્રી મુઈન અલ હક્કે કહ્યું કે આ તેની ૭મી હજયાત્રા છે તે અમેરિકાના હજયાત્રીઓ માટે મક્કા આવવા પ્રવાસની વ્યવસ્થા કરે છે. તેને વારંવાર પવિત્ર મક્કામાં આવવાનું ગમે છે. હજ એ વૈશ્વિક સ્થળ છે. જ્યાં દરેકને અનુરૂપ રહી અનુભવોની આપલે કરવાની તક મળે છે. અમેરિકી હજયાત્રી આરીફ હુસેને કહ્યું કે આ વૈશ્વિક પ્રસંગ છે જે મુસ્લિમોને ભેગા કરી સહનશીલતા, સાથે એક જ પરિવેશ સાથે સમાન હક્ક અને ફરજ સાથે દેખાતા હતા. હુસેન ગેસ કંપનીમાં કામ કરે છે. તેણે કહ્યું કે તે ચોથીવાર હજ કરવા આવ્યો છે. દર વર્ષે મક્કામાં નવીનીકરણ જોવા મળે છે. મક્કામાં વિશ્વભરના મુસ્લિમોની હજયાત્રા સમયે હાજરી જીવના અર્થ અંગે ખાસ પ્રતિબિંબ પાડે છે. હજયાત્રીઓ શાંત અને પ્રેમના ચાહક છે તેવું બતાવે છે.