
(એજન્સી) લાસ વેગાસ, તા. ૨
અમેરિકી ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા એક ઘાતકી હુમલામાં લાસ વેગાસમાં સોમવારે હથિયારબંધ હુમલાખોરે એક કેસિનોમાં ચાલી રહેલા સંગીત જલસામાં અંધાધૂંધ ગોળીબાર કરીને ૫૦ લોકોની હત્યા કરી. હુમલામાં ૨૦૦ કરતાં પણ વધારે લોકો ઘાયલ થયાં. તેની ઓળખ ૬૪ વર્ષીય સ્ટીફન પેન્ડોક તરીકે થઈ છે. આતંકવાદી સંગઠન આઈએસે હુમલાની જવાબદારી સ્વીકારી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને પીડિતો પ્રત્યે સંવેદન વ્યક્ત કરી. ખબર અનુસાર, હુમલાખોર કેસિનોમાં ઘુસીને ૩૨મા માળેથી ગોળીઓ વરસાવા લાગ્યો હતો. ગોળીબાર થતાં લોકોમાં નાસભાગ શરૂ થઈ. કેસિનોના ફૂટેજમા લોકોને ગભરાટના માર્યાં ભાગતાં જોઈ શકાતા હતા. ઘટનાને નજરે જોનાર લોકોએ કહ્યું કે સંગીત સમારોહના સ્થળે ગોળીબાર થતાં ઘણા ઘાયલોને જોવામાં આવ્યાં હતા. કેસિનોમાં જે જગ્યાએ ગોળીબારનો અવાજ સાંભળી શકાતો હતો ત્યાં પોલીસ ટીમ શોધખોળ અભિયાનમા લાગીહતી. અધિકારીઓએ લાગ વેગાસ સ્ટ્રિપ અને ઈન્ટરેસ્ટ ૧૫ના ભાગને બંધ કરી દીધો હતો. સાક્ષીઓએ એવું પણ કહ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો તે સમયે સિંગર જેસન એલડીન પ્રસ્તૂતી આપી રહ્યાં હતા. હુમલાને ધ્યાનમાં રાખીને લાસ વેગાસ પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. લાસ વેગાસ પોલીસે એક સંદિગ્ધની ધરપકડની જાહેરાત કરી. હુમલાને પગલે શહેરના મેક્કરન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાણોને હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૫૦ લોકોના મોત થયાં છે અને ૪૦૦ કરતાં પણ ઘાયલ થયાં છે. ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. એક અંદાજ અનુસાર કેસિનોમાં જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં ૪૦,૦૦૦ લોકો હાજર હતા. હુમલાખોરોએ ૩૨મા માળેથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. એક સાક્ષીએ કહ્યું કે ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. રિસોર્ટ એન્ડ કેસિનોની પાસે આવેલી એક હોટલના ૩૨મા માળેથી ગોળીબાર કરવામા આવ્યો. શરૂઆતી ગોળીબારમાં કેસિનોના એક સિક્યુર્ટી ગાર્ડ માર્યાં ગયાં હતા. પોલીસે એવું કહ્યું કે હુમલાખોરે પોતાની જાત પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોર પાસે ઘણી ઓટોમેટિક રાઈફલો હતી. લાસ વેગાસ પોલીસ વડા શેરીફ જોસેફે કહ્યું કે રૂટ નં. ૯૧ હાર્વેસ્ટ ફેસ્ટીવલ ખાતે બેય હોટલના ઊંચા માળેથી ગોળીબારની ખબર બાદ સ્થાનિક સમયાનુસાર ૧૦.૦૮ની આસપાસ પોલીસે વળતી કાર્યવાહી કરી. દિવસ દરમિયાન બીજી પ્રેસ કોન્ફરન્સમાં શેરીફે કહ્યું કે ૬૪ વર્ષીય હુમલાખોરની ઓળખ સ્થાનિક નાગરિક સ્ટીફન પેડોક તરીકે થઈ છે. પોલીસે એવું પણ કહ્યું કે સ્ટીફન પેડોકોની મહિલાની ભાળ મળી છે અને તેની શોધખોળ થઈ રહી છે.
લાસ વેગાસ હુમલાખોરે આત્મહત્યા કરી, તેની પાસે ઘણી રાઈફલો હતી : પોલીસ
(એજન્સી) લાસ વેગાસ, તા. ૨
રવિવારે મોડી રાતે લાસ વેગાસના કેસિનોમાં થયેલા ખૂની હુમલામાં ૫૦ લોકો માર્યાં ગયાં છે તથા ૪૦૦ કરતાં પણ વધારે ઘાયલ થયાં છે. પોલીસના જણાવ્યાનુસાર, પોલીસ હુમલાખોરની હોટલના રૂમમાં પ્રવેશ કરે તે પહેલા તો તેણે જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ૬૪ વર્ષીય હુમલાખોરની ઓળખ સ્થાનિક નાગરિક સ્ટીફન પેડોક તરીકે થઈ છે. પોલીસે એવું પણ કહ્યું કે સ્ટીફન પેડોકોની મહિલાની ભાળ મળી છે અને તેની શોધખોળ થઈ રહી છે.
૧૦ મુદ્દાઓ
૧. લાસ વેગાસ પોલીસ વડા શેરીફ જોસેફે કહ્યું કે રૂટ નં. ૯૧ હાર્વેસ્ટ ફેસ્ટીવલ ખાતે બેય હોટલના ઊંચા માળેથી ગોળીબારની ખબર બાદ સ્થાનિક સમયાનુસાર ૧૦.૦૮ ની આસપાસ પોલીસે વળતી કાર્યવાહી કરી.
૨. દિવસ દરમિયાન બીજી પ્રેસ કોન્ફરન્સમાં શેરીફે કહ્યું કે ૬૪ વર્ષીય હુમલાખોરની ઓળખ સ્થાનિક નાગરિક સ્ટીફન પેડોક તરીકે થઈ છે. પોલીસે એવું પણ કહ્યું કે સ્ટીફન પેડોકોની મહિલાની ભાળ મળી છે અને તેની શોધખોળ થઈ રહી છે.
૩. તેમણે કહ્યું કે સ્ટીફનની મહિલા સાથી ડેનલેયની ભાળ મેળવી લેવામાં આવી છે. સ્ટીફન પેડોકોની માલિકીની બે કારને પણ શોધી કાઢવામાં આવી છે.
૪. કેસિનોમાં અંધાધૂધ ગોળીબાર થતાં લોકો ચીસો પાડતાં ગભરાટના માર્યાં નાસભાગ કરવા લાગ્યાં હતા. સ્માર્ટફોનમાં લેવામાં આવેલી તસવીરમાં લોકો દોડાદોડી કરી રહ્યાં હતા. ગ્રાઉન્ડ પર લાશો પડેલી દેખાતી હતી.
૫. સંગીત સમારોહમાં જ્યારે અંતિમ સિંગર જેસન એડલન પર્ફોમ કરી રહ્યાં હતા ત્યારે હુમલાખોર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. સાક્ષીઓે કહ્યું કે કેસિનોમાંથી ઓટોમેટિક ગનફાયરના અવાજો સાંભળી શકાતા હતા.
૬. પોલીસ વડાએ કહ્યું કે હુમલામાં બે પોલીસ અધિકારીઓને ઈજા થઈ છે જેમાંના એકની હાલત ગંભીર છે. તે ઉપરાંત બીજા થોડા પોલીસ અધિકારીઓ સંગીત સમારોહમા હાજર હોવાની પણ ધારણા છે.
૭. ભયંકર ગોળીબારને નજરે જોનાર લોકોએ કહ્યું કે આ હુમલો અત્યંત ભયાનક હતો, લોકો ફ્લોર પર પટકાયા હતા. લોકોએ કહ્યું કે આ એક અત્યાર સુધીનો ભયંકર હુમલો છે. હુમલા બાદ લોકોમાં નાસભોગ મચી હતી.
૮. દર વર્ષે સમગ્ર વિશ્વભરમાંથી લાખો લોકો માટે લાસ વેગાસના કેસિનો, નાઈટક્લબ અને શોપીંગ સેન્ટરો મુખ્ય આકર્ષણનું કેન્દ્રબિંદુ છે. ગોળીબાર થયો ત્યારે આ વિસ્તાર લોકોથી ખીચોખીચ ભરાયેલો હતો.
૯. ૪૦૦ ફૂટ ઊંચી હોટલ મેકકરન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી છે. હુમલા બાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા કામચલાઉ ધોરણે ફ્લાઈટોનું ઉડ્ડયન અટકાવી દેવામાં આવ્યું હતું.
૧૦. ૧૫ એકર પ્લોટ પર છેલ્લા ચાર વર્ષથી રૂટ ૯૧ હાર્વેસ્ટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષના ફેસ્ટીવલમાં ૩૦,૦૦૦ ચાહકો ભાગ લેવા આવ્યાં હતા.