Ahmedabad

અમિનને કેસની દર મુદતે હાજર રહેવામાંથી મુક્તિ આપતી કોર્ટ

અમદાવાદ, તા.૨૧
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આજે આરોપી ઉચ્ચ પોલીસ અધિકારી નરેન્દ્ર કે.અમીનને કેસની દર મુદતે અદાલત સમક્ષ હાજર રહેવામાંથી આજે મુકિત આપી હતી. સીબીઆઇ કોર્ટ દ્વારા એન.કે.અમીનને ઘણી રાહત આપતો હુકમ આજે કરવામાં આવ્યો હતો. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી એન.કે.અમીનની સીબીઆઇ દ્વારા ૨૦૧૩માં ધરપકડ થઇ હતી. આ કેસમાં અગાઉ સીબીઆઇ કોર્ટે આઇપીએસ અધિકારી પી.પી.પાંડે અને નિવૃત્ત ડીઆઇજી ડી.જી.વણઝારાના જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ સીબીઆઇએ આ કેસમાં ૯૦ દિવસની સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઇલ નહી કર્યું હોવાના કારણે પાંચ આરોપીઓ આઇપીએસ અધિકારી જી.એલ.સિંઘલ, ડીએસપી તરૂણ બારોટ, જે.જી.પરમાર અને કોન્સ્ટેબલ અંજુ ચૌધરીને ડિફોલ્ટ બેલ(જામીન) મળી ગયા હતા. એન.કે.અમીનના ૨૦૦૫માં શોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસરબીની હત્યાના કેસની સંડોવણીમાં પણ નામ ખૂલ્યું હતું. જેમાં તેને મુંબઇ સીબીઆઇ કોર્ટે ૨૦૧૩માં જામીન આપ્યા હતા પરંતુ ઇશરત કેસમાં ફરી અમીનની ધરપકડ થઇ હતી. આ કેસમાં ૨૦૧૫માં અમીનને સૌથી છેલ્લે જામીન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૫-૬-૨૦૧૪ના રોજ મુંબઇ સ્થિત કોલેજ ગર્લ ઇશરત જહાં, તેનો મિત્ર પ્રણેશ પીલ્લાઇ ઉર્ફે જાવેદ શેખ અને અન્ય બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જીશાન જોહરને શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા કોતરપુર વોટરવર્કસ પાસે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.