Ahmedabad

દેશમાં અંગ્રેજોને પણ શરમાવે તેવું શાસન બે કોમને લડાવવામાં આવે છે

અમદાવાદ, તા.૨૮
કોંગ્રેસના ૧૩૫ના સ્થાપના દિવસની ગુજરાત કોંગ્રેસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી આશ્રમ નજીક યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ કોંગ્રેસનો ધ્વજ ફરકાવી કાર્યકરોની સલામી ઝીલી સ્થાપના દિવસે કોંગ્રેસના કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈપણ સ્થિતિમાં કોંગ્રેસે વિચારધારા અંગે સમાધાન નથી કર્યું .જયારે પણ દેશની એકતાની વાત આવે ત્યારે કોંગ્રેસ રાજનીતિ કરતુ નથી. હાલ દેશમાં બોલવાનો, અભિવ્યક્તિ, વિરોધ સહિતની આઝાદીનું હનન થઇ રહ્યું છે. અંગ્રેજોને પણ શરમાવે એવું ભાજપનું શાસન દેશમાં લઘુમતી અને બહુમતી લોકોને ઝઘડાવવામાં આવી રહ્યા છે. આજે કોંગ્રેસના સ્થાપના દિન નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા સાબરમતી આશ્રમથી નારણપુરા સરદાર પટેલના બાવલા સુધીની સંવિધાન બચાવો, ભારત બચાવોની કુચ કરવામાં આવી હતી. જેમા કોંગ્રેસના તમામ નેતાઓ જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ બંધારણના આમુખનુ વાંચન કર્યુ અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ-એક આંદોલન છે અખંડ ભારતના જાતિ,ભાષા અને ધર્મના આધારે..ટુકડા કરવા માંગતી તડીપાર ટોળીની ટુકડે-ટુકડે ગેંગથી આજે સંવિધાન ખુદ ખતરામાં છે. પરેશ ધાનાણીએ ૨૮-ડિસે-૧૮૮૫ ના રોજ શરૂ થયેલા આઝાદીના..આંદોલનને હવે અધિકારોના રક્ષણ માટે આગળ..વધારવાનો સામુહિક સંકલ્પ કરવાનું આહવાન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ૨૦૧૪ની ભાજપ સરકારમાં દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે. પાક વીમા થકી ખેડૂતો પાસેથી કરોડો લીધા પણ વળતર આપવામાં આવતું નથી. મંદી, બેરોજગારી, ખેડૂત મુદ્દે દૂર દૂર સુધી કોઈ હલ નહિ. તીડ અતિક્રમણ અંગે પણ રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા કે, ભાજપના નેતાઓ તીડ મામલે પાકિસ્તાન અને રાજસ્થાન પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરીને બતાવ્યા છે. મહારાષ્ટ્રમાં બે લાખ સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે. આજે ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. ખેડૂતોને પાક વીમો નથી મળતો કે દેવા માફી પણ નથી થતું. ત્યારે સરકારને સવાલ છે કે ગુજરાતમાં દેવા માફી કેમ નથી થતી. તેમણે ભ્રમિત લોકોથી દેશને બચાવવા આજે પ્રણ લેવા કાર્યકરોને આહવાનો કર્યુ હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadCrime

    બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

    અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.