ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણા સહુની સહિયારી જવાબદારી : અમિત ચાવડા

અમદાવાદ, તા.૧ર
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૧૫૦૦થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં તા.૧ર ઓગસ્ટના રોજ ૩૫૦થી વધુ તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો એ કાર્યક્રમની થીમ “પાર્કિંગ સમસ્યા અને સમાધાન” પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ યોજાયા હતાં.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ૧૫૦૦ વિદ્યાર્થીઓને ટ્રાફિક અને પાર્કિંગ સેન્સ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને જણાવ્યું હતું કે આજે જ્યારે શિક્ષણ સમાજના ચાર પાયાના સ્થંભ બાળક, પાલક, શિક્ષક અને સંચાલક ને ભેગા કરવાના આ મહાયજ્ઞ માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને બિરદાવુ છું, ટ્રાફિકના નિયમો પાલન કરવા અને વ્યવસ્થિત પાર્કિંગ કરવું એ આપણા બધાંની સહિયારી જવાબદારી છે. લાયસન્સ વિના બાળકને વાહન ચલાવવા ન આપવું જોઈએ અને ટુ વહીલર પર આપણી સેફટી માટે હેલ્મેટ પહેરવી જોઈએ, હક અને ફરજ બંને સિક્કાની બે બાજુ છે માટે કાયદો હંમેશા નાગરિકોની સલામતી માટેજ હોય છે અનેં દરેક એને સન્માન આપવું જરૂરી છે.
આ કાર્યક્રમમાં ગુજરાત ફેડરેશનના પદાધિકારીઓ અને AEG ચેરપર્સન વિજય મારુ, સેક્રેટરી રાકેશ પરમાર, પોગ્રામ કન્વીનર સંદીપ ત્રિવેદી, સલાહકાર સમીર ગજ્જર, ઝંકૃત આચાર્ય અને મીડિયા એડવાઇઝર હેમાંગ રાવલ તથા પત્રકાર દેવાંગ ભટ્ટે પોતાની હાજરી આપીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks