National

રાહુલને ‘મોદી ફોબિયા’ : ભાષણમાં ૪૪ વખત મોદીના નામનું રટણ : અમિત શાહ

(એજન્સી) નરસિંઘપુર, તા.ર૦
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ ‘નરેન્દ્ર મોદી ફોબિયા’થી પીડાય છે. મધ્યપ્રદેશના નરસિંઘપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરતા શાહે કોંગ્રેસ પાસે દેશ પર આટલા વર્ષો શાસન કરવાનો હિસાબ માંગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષ નરેન્દ્ર મોદી ફોબિયાથી પીડિત છે. તેઓ વડાપ્રધાન પદેથી મોદીનો છૂટકારો ઈચ્છે છે. જ્યારે અમે ગરીબી, અસલામતી અને પ્રદૂષણથી છૂટકારો ઈચ્છીએ છીએ.
શાહે દાવો કર્યો હતો કે, છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે ૧ર૯ યોજનાઓ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી તાજેતરની રેલીમાં રર મિનિટના પોતાના ભાષણમાં ૪૪ વખત મોદીના નામનું રટણ કર્યું હતું. મને આશ્ચર્ય થાય છે કે, તેઓ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે કે ભાજપ માટે !