ઓરિસ્સાના ભાજપના નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ મુદ્દે અમિત શાહની બેઠક

(એજન્સી) તા.૨
ઓરિસ્સામાં વિધાનસભાની ૧૪૭ બેઠકોમાંથી કમસેકમ ૧૨૦ બેઠકો જીતવાનું લક્ષ્યાંક નિર્ધારીત કરનાર ભાજપના પ્રમુખ અમિત શાહે ચૂંટણી રણનીતિ ઘડવા રવિવારે રાજ્યના નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજી હતી એવું ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. ભુવનેશ્વરમાં બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન પર અમિત શાહનું કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને જુઆલ ઓરમ તેમજ પક્ષના રાજ્ય એકમના વડા વસંત પાંડા સહિત વરિષ્ઠ નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓની આડે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય છે ત્યારે ભાજપના વડાની મુલાકાતને કારણે ૨૦૦૦થી ઓરિસ્સામાં સત્તારુઢ શાસક બીજેડી સાથે તલવાર વિંઝવાની તૈયારી કરી રહેલા પક્ષ કાર્યકરોમાં નવા અને જુસ્સાદાર ઉત્સાહનો સંચાર થયો છે. રાજ્ય પક્ષના એકમના ઉપપ્રમુખ સમીર મોહંતીએ જણાવ્યું હતું કે અમિત શાહ તેમની દિવસભરની મુલાકાત દરમિયાન સંસ્થાકીય પ્રવૃત્તિઓની સમીક્ષા કરનાર છે અને રાજ્યના વરિષ્ઠ નેતાઓ તરફથી ઇનપુટ સાથે ચૂંટણી વ્યૂહરચનાને આખરી ઓપ આપનાર છે.
આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપના પ્રમુખે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૭ બેઠકોમાંથી કમસેકમ ૧૨૦ બેઠકો જીતવાનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યુ છે. અમે અમિત શાહના સપનાને વાસ્તવિકતામાં સાકાર કરવા માટે હૃદયપૂર્વક કામ કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે પ.બંગાળ અને મણિપુરના પ્રવાસ બાદ ભાજપના પ્રમુખ ઓરિસ્સાની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપે ભૂતકાળમાં જણાવ્યું હતું કે ઓરિસ્સા અને પ.બંગાળમાં સત્તા પર આવ્યા બાદ સુવર્ણયુગની અનુભૂતિ થશે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ઓરિસ્સાની લોકસભાની ૨૧ બેઠકોમાંથી ભાજપ માત્ર એક જ બેઠક જીતી શક્યો હતો જ્યારે બાકીની બેઠક બીજુ જનતાદળ દ્વારા જીતવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks