અમિત શાહની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળા અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો થોડા જ કલાકમાં રહસ્યમય

(એજન્સી) તા.૩૦
શનિવારે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઇમ્સે ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આવક અને સંપત્તિમાં કેવો જબરજસ્ત ઉછાળો આવ્યો છે તેનો એક અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલો અનુસાર પાંચ વર્ષમાં અમિત શાહની સંપત્તિમાં ૩૦૦ ટકાનો વધારો નોંધાયો છે.
હિંમાશુ કૌશિક અને કપિલ દવેની બાયલાઇનથી પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં જણાવ્યું હતું કે અમિત શાહની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. આ અહેવાલમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ તેની ચૂંટણી એફિડેવિટમાં કબૂલ્યું છે કે તેમને હજુ બેચલર્સની ડિગ્રી પૂરી કરવાની બાકી છે. જો કે સોશ્યલ મીડિયા પર આ સ્ટોરી વાયરલ થયાના થોડા કલાકોમાં તેની લિંક ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઇમ્સ બંનેની વેબસાઇટ પરથી રહસ્યમય રીતે અદૃશ્ય થઇ ગઇ હતી.
આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું રાજકીય કદ જે ઝડપથી વધ્યું છે તેના કરતા અનેકગણી ઝડપથી તેમની સંપત્તિમાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં અમિત શાહની સંપત્તિમાં ૩૦૦ ગણો વધારો થયો છે.
અમિત શાહે આ જાણકારી રાજ્યસભા ચૂંટણી માટે ભરેલા ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટમાં આપી છે. વર્ષ ૨૦૧૨ની તુલનાએ અમિત શાહની સ્થાવર અને જંગમ (તેમના પત્ની સહિત) મિલકતમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે.૨૦૧૨માં તેમની જંગમ મિલકત રૂા.૧.૯૦ કરોડ હતી તે વધીને ૧૯ કરોડ થઇ છે. અમિત શાહે એફિડેવિટમાં પોતાની સંપત્તિની જે વિગતો આપી છે તે અનુસાર તેમને મળેલી પૈતૃક સંપત્તિની કિંમત ૧૦.૩૮ કરોડ છે.તેમની સંપત્તિ (સ્થાવર અને જંગમ ) ૨૦૦૮માં રૂા.૮.૫૪ કરોડ હતી તે વધીને રૂા.૩૪.૩૧ કરોડ થઇ ગઇ છે.
દરમિયાન પીટીઆઈ પત્રકાર પ્રિયભાંશુએ રંજને ફેસબુક પર લખ્યું કે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, નવભારત ટાઈમ્સ, ઈકોનોમિક ટાઈમ્સ, આઉટલુક, દૈનિક ભાસ્કર જેવા અખબરો અને મેગેઝીનોએ અમિત શાહની સંપત્તિમાં ૩૦૦ સો ગણા વધારાની ખબર….એક ઈમેઈલ આવતાં જ અમિત શાહની સંપત્તિમાં ૩૦૦ ઘણા વધારાની ખબરને ગાયબ કરી દેવામાં આવે છે. બસ ફક્ત એટલું જાણી લો કે મારી પાસે આ ઈમેઈલ છે. મારા મીડિયા હાઉસમાં આવો કોઈ મેઈલ આવ્યો નથી. મને બીજા કોઈ મીડિયા હાઉસના પત્રકારે પુરાવા તરીકે દેખાડ્યો હતો. આ મેઈલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે અમિત શાહવાળી ખબરને દેખાડવાની નથી. જો આ ખબરને ચલાવી દેવામાં આવી હોય તો તેને હટાવી દેવામાં આવે.હું આ મેઈલને સોશિયલ મીડિયા પર શેર કરી શકતો નથી કારણ કે તેનાથી તે પત્રકારની નોકરી છીનવાઈ જશે. પત્રકાર દિલિપખાને આ સંબંધમાં પોતાની ફેસબુક પોસ્ટ લખતાં કહ્યું કે આજે નવભારત ટાઈમ્સે એક ઓનલાઈન ખબર પ્રસિદ્ધ કરી હતી જેમાં પાંચ વર્ષમાં અમિત શાહની સંપત્તિમાં ૩૦૦ ઘણા વધારાની વાત કરવામાં આવી હતી. તેનું વિશ્લેષણ તમે લોકો કરો એક અચાનક મોટાભાઈ પાસેથી આટલા બધા પૈસા ક્યાંથી આવ્યાં. પરંતુ વિશ્લેષણ થતાં સુધીમાં તો આ ખબરને હટાવી પણ દેવામાં આવી હતી. એટલે કે તમે તે જ ખબર જોઈ શકશો કે જે ડોન ઈચ્છે છે. કોઈ પણ સંપત્તિ પર દિનભર ખબર ચાલતી રહે છે. હે, નવભારત ટાઈમ્સ જરા કહો કે કોના દબાણ હેઠળ તમે આ ખબરને હટાવી દીધી છે. નભાટાના સંપાદક નીરેન્દ્ર નાગરને ટેગ કરીને જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો તો પહેલા તો તેમણે પોતાના આઈડીથી જવાબ આપ્યો અને પાછળથી નવભારત ટાઈમ્સની સત્તવાર આઈડી પરથી એનો એજ જવાબ આપવામાં આવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks