બ્રિસ્બેન,તા. ૨૫
બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઇ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરી લીધુ હતુ. તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ૨૧ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. સ્ટીવ સ્મીથે ૧૦૫મી ટેસ્ટ ઇનિગ્સમાં આ સિદ્ધી હાંસલ કરી હતી. સ્ટીવ સ્મિથે સચિનનો રેકોર્ડ તોડી દીધો હતો. સ્મિથ હવે સૌથી ઝડપી ૨૧ સદી કરનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિને ૧૧૦ ઇનિગ્સમાં ૨૧ સદી પુરી કરી હતી. સચિન હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેન પ્રથમ સ્થાને છે.
સૌથી ઝડપી ૨૧ સદી
ડોન બ્રેડમેન ૫૬ ઇનિગ્સ
સુનિલ ગાવસ્કર ૯૮ ઇનિગ્સ
સ્ટીવ સ્મિથ ૧૦૫ ઇનિગ્સ
તેન્ડુલકર ૧૧૦ ઇનિગ્સ
મોહમ્મદ યુસુફ ૧૨૦ ઇનિગ્સા્