અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો પર કોંગ્રેસનું બુલડોઝર ફરી વળ્યું : ભાજપ હતપ્રભ

અમરેલી, તા.૧૮
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભાં સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોની ઐતિહાસિક જીત થઈ હતી. ભાજપના ઉમેદવારોને પરાજય આપી કોંગ્રેસના પાંચ વિજેતા ઉમેદવારોએ શહેરમાં વિજય સરઘસ કાઢ્યું હતું. ભાજપના કોંગ્રેસના પાંચેય ઉમેદવારોએ મત ગણતરી શરૂઆતથી એન્ડ સુધી લીડ જાળવી રાખી ભવ્ય જીત હાસિલ કરી હતી. અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસે પંજો મારતા ભાજપનું કમળ ફંગોળાઈ ગયું હતું. કોંગ્રેસે પાંચેય સીટ ઉપર જીત હાસિલ કરતા જિલ્લામાં કોંગ્રેસ જશ્ન મનાવ્યો હતો. રાજ્યની ૧૮૨ વિધાનસભા ચૂંટણી યોજાઈ બાદ આજે ગુજરાતની તમામ બેઠકોનું પરિણામ જાહેર થતાં અમરેલી જિલ્લાની પાંચ બેઠક ઉપર કોંગ્રેસ પંચે પાંચ બેઠક ઉપર પંજો મારી ભાજપને મરોડી નાખ્યું હતું. અમરેલી જિલ્લાની ૯૪ બેઠક ઉપરથી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીને પરાજય આપી કોંગ્રેસના જે.વી કાકડિયાએ જીત હાસિલ કરેલ હતી. જેમાં કોંગ્રેસના જે.વી. કાકડિયાને ૬૬૬૪૪ માટે મળેલ હતા જ્યારે ભાજપના સાંઘાણીને ૫૧૩૦૮ માટે મળતા ૧૫૩૩૬ની લીડથી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના પરેશ ધાનાણીએ ફરીવાર સીટ ઉપર કબજો જમાવી રાખ્યો હતો પરેશ ધાનાણીને ૮૭૦૦૩૨ મતો મળેલ હતા જ્યારે ભાજપના બાવકુભાઇ ઉંધાડને ૭૫૦૦૩ મતો મળતા પરેશ ધાનાણી ૧૨૦૨૯ માટેની લીડથી બાવકુભાઈને પરાજય કર્યા હતા જ્યારે લાઠી બેઠક ઉપર ભાજપના ગોપાલભાઈ વસ્તાપરાને ૫૫૪૦૦ મતો મળેલ હતા. કોંગ્રેસના વીરજીભાઈ ઠુંમરને ૬૪૭૪૩ મતો મળતા ૯૩૪૩ની સરસાઈથી ભાજપના ગોપાલ વાતાપરાને પરાજય આપેલ હતો. જયારે સાવરકુંડલા બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રતાપ દુધાતે ૬૬૩૬૬ મતો મેળવતા તેમની સામે ભાજપના કમલેશ કાનાણીને ૫૭૮૩૫ મતો મળતા ૮૫૩૧ માટેની લીડથી જીત હાસિલ કરી હતી તેમજ જિલ્લાની પાંચેય બેઠક ઉપરથી સૌધુ વધુ મતોની લીડથી ભાજપના ઉમેદવારને પછડાટ આપનાર કોંગ્રેસના અમરીશ ડેરને ૮૩૮૧૮ મતો મળ્યા હતા. તેની સામે ભાજપના ચાર વખત ચૂંટાયેલ હીરાભાઈ સોલંકીને પ્રથમ વખત ધારાસભા લડનાર અમરીશ ડેરે ૧૨૭૧૯ મતોની લીડથી ભાજપના હીરા સોલંકીને પરાજય કરેલ હતા. જિલ્લાની સૌથી વધુ લીડ મેળવનાર કોંગ્રેસના પ્રથમ વખત લડનાર કોંગ્રેસના ઉમેદવાર જ ેવી કાકડિયા છે જિલ્લામાં કોંગ્રેસે પાંચમાંથી ચાર બેઠકો ભાજપ પાસેથી આચકી લેતા કોંગ્રેસનું અમરેલી જિલ્લામાં વિજય સરઘસ નીકળેલ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks