અમરેલીમાં આંગડિયા પેઢીના કર્મી પર બોથડ પદાર્થ વડે હુમલો કરી લૂંટ ચલાવાઈ

અમરેલી, તા.૧૩
અમરેલીમાં ગઈરાત્રિના એક આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલ ચાર શખ્સોએ હુમલો કરી પૈસા ભરેલ થેલાની લૂંટ કરી જતા ચકચાર મચી જવા પામી છે. આંગડિયા પેઢીનો કર્મચારી બેશુદ્ધ હાલતમાં હોઈ લૂંટ કેટલાની થઇ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના સ્ટેશન રોડ ઉપર હીરક બાગ શોપિંગ સેન્ટરમાં પહેલાં માળે આવેલ ગુજરાત અગડિયા પેઢીનો કર્મચારી ગતરાત્રીના નવ વાગ્યા બાદ પેઢીના મેનેજર કનકસિંહ રાજપૂત, રામુ નરસીંગ નાડોદા તેમજ રામુ નરસિંગનો પુત્ર નવીન નાડોદા સહિત ૯ જણા પેઢી બંધ કરીને નીકળ્યા બાદ રામુ નરસીંગ સાઈકલ લઇ પેઢીનો થેલો લઇ ઘરે જઈ રહયો હતો ત્યારે ચક્કરગઢ રોડ સત્તાધાર સોસાયટી અને રોક્કડ નગર વચ્ચે પહોંચતા બાઈક પર આવેલ ચાર શખ્સોએ નાડોદા (ઉ.વ.૫૬) ઉપર બોથડ પદાર્થ જેવા હથિયારથી હુમલો કરી માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી રૂપિયા ભરેલ થેલો આંચકી લૂંટ કરી નાસી ગયા હતા. ઘટના અંગે પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો. આંગડિયા પેઢીના કર્મચારીને હેમરેજ થઇ જતા તેમને પ્રથમ અમરેલી સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે રાજકોટ ખસડેલ છે. લૂંટાયેલ આંગડિયા પેઢીનો કર્મચારી હાલ બેભાન અવસ્થામાં હોઈ કેટલાની લૂંટ થઈ તે જાણી શકાયું નથી. બનાવ અંગે અમરેલી સિટી પોલીસમાં પેઢીના મેનેજર કનકસિંહ ગંભીરસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks