અમરેલી જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર સુરતથી ઝડપાયો

અમરેલી, તા. ર૧
અમરેલીમાં રહેતો અને ગુજરાત ભરમાં દારૂનો મોટા પાયે ધંધો કરનાર યોગેશ બટુક ખેર છેલ્લા કેટલાક સમયથી પોલીસ પકડથી ભાગી રહ્યો હતો. દરમ્યાન નાસ્તા ફરતા આરોપીઓને પડકવાની જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયએ સૂચના આપતા, તેના પગલે અમેરલી એલસીબીએ યોગેશ બટુક ખેરને સુરતમાં હોવાની બાતમીના આધારે રેડ પાડી પકડી પડેલ હતો. પકડાયેલ આરોપી ઉપર અમરેલી જિલ્લાના ૭ પોલીસ મથકોમાં જુદા જુદા દારૂના ૧૮ કેસો નોંધાયેલ છે ? તેમજ ગુજરાતના ખેડા, ઉમરાળા, કેશોદ અને વિસાવદર સહિતના પોલીસ મથકોમાં પણ કેસ નોંધાયેલ છે. મૂળ અમરેલીના લાઠી રોડ ઉપર ગંગા વિહાર રોડ ઉપર રહેતો અને હાલ સુરતમાં અમરોલી ખાતે સાપરા ભાટા વિસ્તારમાં રહેતો હોવાની બાતમીને લઇ અમેરલી એલસીબી ઇન્સ.સી જે ગોસ્વામી સહિતના સ્ટાફે દબોચી લીધેલ હતો. પકડાયેલ આરોપી યોગેશ ખેર ૨૦૧૫માં પાસા તળે મહેસાણા જેલમાં પણ જઈ આવેલ છે અને ૪ જિલ્લામાં વોન્ટેડ હોવા છતાં પણ તેણે દારૂના ધંધામાં પોતાનું નેટવર્ક ચાલુ રાખી દારૂનો વેપાર કરી રહ્યો હતો. અમરેલી જિલ્લાની જુદી-જુદી કોર્ટોમાં પણ મુદ્દત દરમ્યાન કોર્ટમાં હાજર ના રહેતા કોર્ટે પણ ૧૦ જેટલા વોરંટ કાઢેલ છે. તેમ છતાં હાજરે નહીં રહેતા અમરેલી એલસીબીએ જિલ્લાના મોસ્ટ વોન્ટેડ બુટલેગરને ઝડપી લઇ પ્રસંસનીય કામગીરી કરેલ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks