Gujarat

નિંદ્રાધીન આધેડની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ

અમરેલી, તા.૨૪
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામે રહેતા એક આધેડ પટેલ શખ્સ તેમાં ઘરની બહાર સૂતા હતા ત્યારે કોઈ અજાણયા બુકાનીધારી શખ્સે છરી વડે હુમલો કરી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર લાઠી તાલુકના પીપળવા ગામે રહેતા કેશવ માધાભાઇ પોંકિયા (ઉ.વ.૫૦) ગત રાત્રીના પોતાના ઘરના ડેલા બહાર ખાટલો નાખી સૂતા હતા. ત્યારે રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યેના કોઈ અજાણયા બુકાનીધારી શખ્સે છરી વડે કેશવભાઈના પેટમાં અને પડખાના ભાગે છરી વડે હુમલો કરતા તેઓ ભાર નીંદરમાં ઊઠી જઈ ડેલામાં ઘૂસી ડેલો અંદરથી બંધ કરી દીધેલ હતો અને તેના ભત્રીજાને જાણાવ્યું હતું કે તેની ઉપર કોઈ બુકાની પહેરેલ શખ્સે હુમલો કર્યો હતો કેશવભાઈને લોહીલુહાણ હાલતમાં પ્રથમ અમરેલી અને ત્યાંથી રાજકોટ સારવામાં ખસડેલ હતા જ્યાં સવારે તેમણે દમ તોડી દીધેલ હતો. બનાવ અંગે લાઠી પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે હત્યા કરવાનું કારણ શું હોઈ શકે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.