અમરેલી,તા.ર૮
અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના બળવાખોરોએ ભાજપના સાથસહકારથી સત્તાના સૂત્રો સાંભળ્યાના દોઢ માસ બાદ પણ પહેલી સામાન્ય સભા બોલાવવામાં ન આવતા લોકકલ્યાણના કામો ખોરંભે પડતા પાલિકાસદસ્ય દ્વારા વહેલી તકે પ્રથમ સામાન્ય સભા બોલાવવા માગણી કરવામાં આવેલી છે. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરની જનતાએ ભાજપ વિમુખ બની નગરપાલિકાની ચૂંટણીમાં અઢી વર્ષ પહેલા ૪૪ બેઠકોમાંથી કોંગ્રેસની ખોબલે ખોબલે મત આપી ૩પ બેઠકો ઉપર ઝળહળતો વિજય અપાવેલ હતો. પરંતુ પ્રમુખ પદની અઢી વર્ષની મુદ્દત પૂરી થતા ગત તારીખ ૧૪-૬ના રોજ યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં સત્તા લાલચું કોંગ્રેસના ૧પ સદસ્યોએ પક્ષ સામે બળવો કરી ભાજપના સદસ્યોના સહારે પ્રમુખ-ઉપપ્રમુખ પદ હાંસલ કરી પ્રજાના વિશ્વાસમાં દ્રોહ કરેલ હતો. ભાજપના ટેકાથી ચૂંટાયેલા પ્રમુખ આજદિન સુધી પ્રથમ સામાન્ય સભા પણ બોલાવેલ ન હોવાથી તેમજ કારોબારી કમિટી ટાઉન પ્લાનીંગ કમિટી જેવી અગનાજી કમિટી પણ ન બનાવતા પ્રજાના કામો ખોરંભે ચડતા કોંગ્રેસના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન સંદીપ ધાનાણીએ પ્રમુખ કલેકટરને રજૂઆત કરી પ્રથમ સામાન્ય સભા બોલાવવા માગણી કરવામાં આવેલ હતી.