અમરેલી જિલ્લામાં સાર્વત્રિક એકથી ચાર ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી

અમરેલી, તા. ૩
અમરેલી જિલ્લાના આજે સવારથી ચોમાસુ સક્રિય થઇ ગયું હતું અને જિલ્લા ભરમાં સાર્વત્રિક ૧ થી ૪ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી રાજુલા,જાફરાબાદમાં દિવસ દરમ્યાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે બગસરામાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. તો વડિયા અને લીલીયામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જયારે જિલ્લાના મુખ્ય મથક અમરેલીમાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ બાબરા, ધારી અને લાઠીમાં પોણો ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશી છવાઈ હતી જાફરાબાદમાં ૩ ઇંચ વરસાદ પડવાથી નીચાંણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યાં હતા,જયારે બગસરામાં પણ અઢી ઇંચ વરસાદ પડવાથી બજારોમાં પાણી વહેતા થયા હતા અને કુંકાવાવ અને વડિયામાં ખેતરોમાં પાણી ભરાયા હતા તો વળી રાજુલામાં રહેણાંક વિસ્તારોમાં નદી વહેતી હોઈ તેવા દ્રસ્યો સર્જાયા હતા .

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks