અમરેલી વિદ્યાસભા સંકુલના ડિરેક્ટર હસમુખ ગંધેસરિયા સામે પગલાં ભરવા કુલપતિને રજૂઆત

અમરેલી, તા.૧૧
અમરેલીમાં થોડા દિવસો પહેલાં એલએલબી પરીક્ષામાં શૈક્ષણિક સંકુલના ડિરેક્ટરે શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય કરતા સમગ્ર શહેર તથા સૌરાષ્ટ્રમાં ચકચાર મચી જવા પામી હતી. અમરેલીના વિદ્યાસભા સંકુલના ડિરેક્ટરે પોતાની જગ્યાએ અન્ય યુવકને પરીક્ષામાં બેસાડી એલએલબીની પરીક્ષા આપતા ચેકિંગ સ્કોર્ડના હાથે ઝડપાઈ ગયા હતા અને આ મામલે તેમની ઉપર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જ્યારે આ ડિરેક્ટર સામે કાયદાકીય પગલાં ભરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આરટીઆઈ કાયર્કર સુખડિયાએ લેખિતમાં ફરિયાદ આપતા આ મામલો વધુ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. અમરેલીની લાઠી રોડ ઉપર આવેલ વિદ્યાસભા સંકુલના કેમ્પસ ડિરેક્ટર હસમુખ ગંધેસરિયા (પટેલ) થોડા દિવસો પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એલએલબીની પરીક્ષામાં પોતાની જગ્યાએ અન્ય ડમી વિદ્યાર્થીને બેસાડી પરીક્ષા આપતા ચેકિંગ સ્કોર્ડના હાથે પકડાઈ ગયા હતા અને આ મામલે વિદ્યાસભા સંકુલના ડિરેક્ટર હમસુખ પટેલ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ખુદ શૈક્ષણિક વિદ થઇ શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય કરતા અમરેલી શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ મામલે ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન આ મામલે અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા સમક્ષ આ વાત આવતા તેમણે સંકુલ કેમ્પસ ડિરેક્ટર હસમુખ પટેલ સામે કાર્યવાહી કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ મામલે કોઈ જોગવાઈ હોઈ તો વિદ્યાસભા સંકુલ ટ્રસ્ટને જણાવી સરકારમાં તેનો રિપોર્ટ કરી પગલાં ભરવા લેખિતમાં ફરિયાદ આપતા આ મામલે ફરી ચકચાર મચી જવા પામી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks