અમરેલીના ઝર ગામે છ જિલ્લાના મુસ્લિમ આગેવાનોની બેઠકમાં ભાજપને પછડાટ આપવા રણનીતિ ઘડાઈ

(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા.ર૪
આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખાનગી ફાર્મમાં અગ્રણીઓ સાથે મીટિંગ મસલત કરીને ભાજપને પછાડવાની રણનીતિ ઘડાઈ હતી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામના ફાર્મ હાઉસ ખાતે આજે મીટિંગ યોજાઈ હતી. ભારતના બંધારણને મજબૂત કરવા અને હક્કની લડાઈ માટે આજે દિલ્હીથી ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન ખુરશીદ સૈયદ ઓચિંતા અમરેલી જિલ્લાના આંગણે આવ્યા હતા. તેઓએ જિલ્લાના અગ્રણીઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મીટિંગ કરી હતી રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અને અમરેલી જિલ્લાના માઈનોરિટીના આગેવાનોને બોલાવીને ભાજપને પછાડવા અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવાના ધ્યેય અંગે ચર્ચાઓ કરીને રણનીતિ ઘડી હતી જેમાં ઈસ્માઈલભાઈ મુખી, યુસુફભાઈ ડુંગરપુર, જીંગાબાપુ અમરેલી, નુરૂદીનભાઈ પાલીતાણા, દિલશાદભાઈ શેખ, હાજી મહંમદભાઈ રાજકોટ, હજી સલીમભાઈ ગોંડલ, એડવોકેટ નાજીર સાવંત, જમાલભાઈ બગસરા, યજમાન દાઉદભાઈ લલિયા, યુનુસભાઈ ભટ્ટી સાવરકુંડલા, યુનુસભાઈ સવટ, સમીર કુરેશી, ઈદ્રીસ જાદવ, જમાલભાઈ ચુડા, સલીમભાઈ મેડિકલ, યુનુસભાઈ લાતી, સહિતના ૮૦થી ૯૦ જેટલા અગ્રણીઓ ખાસ હાજર રહીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા સાથે બંધારણની હક્કની લડાઈ માટે એકજૂથ બનીને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હાથ મજબૂત કરવા કમર કસી હતી. ગુજરાતનું રાજકારણ અમરેલી એ.પી.સેન્ટર ગણાય છે ત્યારે દિલ્હીથી સ્પેશ્યલ માઈનોરિટી મતો અંકે રાખવા કોંગ્રેસે કમરકસી છે ત્યારે ભાજપને પછાડવાના અભિગમને સાર્થક કરવા દરેક સમાજને સાથે રાખીને કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks