અમરેલીના પીપાવાવ પોર્ટ ખાતે નેવીના બે યુદ્ધ જહાજનું લોકાર્પણ

સાવરકુંડલા, તા.રપ
અમરેલીના પીપાવાવ પોર્ટ ખાતે નેવીના બે યુદ્ધ જહાજ એન એસ ૦૦૧ અને એન.એસ ૦૦૨નું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય તટમાં ઘૂસેલા દુશ્મનો હવે ૧૬ કિ.મી. દૂરથી જ ભોઈ ભેગા થશે.
આજરોજ ઇન્ડિયન નેવીના બે યુદ્ધ જહાજને નેવીના વાઈસ એડમિરલના હસ્તે પીપાવાવ પોર્ટ ખાતે રિલાયન્સ ડિફેન્સશીપ યાર્ડમાં એન.એસ.૦૦૧ અને એન.એસ. ૦૦૨ યુદ્ધ જહાજ લોકાર્પણ કરાયું હતું. જે સંપૂર્ણ ભારતીય ટેકનિકથી બનેલા આ સ્વદેશી આ યુદ્ધ જહાજોને ભારતીય નેવીમાં સામેલ કરાશે. ભારત સરકારના નેવી અને રિલાયન્સ ડિફેન્સ એન્ડ ટેક્નિકલ કંપની દ્વારા સ્વદેશી આ જહાજોનું નિર્માણ થવા પામ્યું છે અને હાલ ભારત સરકારના જ કુલ ૫ જહાજો હાલ પીપાવાવ પોર્ટ ખાતે રિલાયન્સ શીપ યાર્ડમાં આકાર લઇ રહ્યા છે. જે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી નિર્માણ પામી રહ્યા છે અને તે પણ ભારતીય ઈજનેરો અને ભારતીય કારીગરો દ્વારા બનાવાઈ રહ્યા છે. જે પૈકી આજે બે યુદ્ધ જહાજોનું જલાવરણ ભારતીય નેવીના વાઈસ એડમિરલના ધર્મ પત્ની શ્રીમતી પ્રીતિ લુથરાના હસ્તે આ યુદ્ધ જહાજોને સમુદ્રમાં ખૂલ્લા મૂકાયા હતા. આ જહાજોની કામગીરી વિશે પશ્ચિમ નૌસેના વાઇસ એડમિરલ ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે આ જહાજો દરિયાઈ સુરક્ષા માટે અત્યંત ઉપયોગી છે અને સમુદ્ર મધ્યે દુશ્મનો માફિયાઓ તરફથી થતી હેરાનગતી માટે નૌસેના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને ૧૨ કિલોમીટર સુધી સમુદ્રી મિસાઈલ દુશ્મન પર હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જેથી ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થશે આ નેવીના બંને જહાજ અંગે વાઇસ એડમિરલ પશ્ચિમ નૌસેના વિભાગના ગિરીશ લુથરાએ વિગતવાર સમજણ આપી હતી અને આ બન્ને જહાજના નામકરણ કરવામાં આવ્યા હતા. જેમાં એન.એસ.૦૦૧ અને એન.એસ.-૦૦૨ના નવા નામો લોકાર્પણ કરવામાં આવ્યા હતા “સાચી” અને “શ્રુતિ” નામના જહાજો આગામી માર્ચ મહિનામાં તરતા મૂકાશે અને અને આ નેવીના જહાજમાં મલ્ટીરોલ સાડાબાર ટનનું હેલિકોપ્ટર લેન્ડીંંગ થઇ શકશે અને એક મિનિટમાં ૧૨૦ રાઉન્ડ તોપના ગોળા છોડી શકે તેવી વિશિષ્ટ વિશેષતા છે. જે આગામી દિવસોમાં નેવીની સમુદ્રી તાકાત માટે ભારત શક્તિશાળી સાબિત થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks