અમદાવાદ, તા.૬
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર સાથે સંકળાયેલા શાસકો પોકળ વચનો આપવામા કેટલા નિપૂણ છે તેનો વધુ એક વરવો પુરાવો સામે આવવા પામ્યો છે જેમા એએમટીએસના ચેરમેન દ્વારા એએમટીએસના મુસાફરો માટે મોબાઈલ એપ શરૂ કરવામા આવેલી જાહેરાત આઠ માસ પછી પણ હજુ સુધી માત્ર કાગળ ઉપર જ રહેવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,એએમટીએસ માટેનુ વર્ષ-૨૦૧૭-૧૮ માટેનુ વાર્ષિક અંદાજપત્ર ચેરમેન ચંદ્રપ્રકાશ દવેની અધ્યક્ષતામા મળેલી બોર્ડની બેઠકમા આ વર્ષની શરૂઆતમા જાન્યુઆરી માસમા મંજુર કરવામા આવ્યુ હતુ.મંજુર કરવામા આવેલા બજેટ બાદ ચેરમેને કહ્યુ હતુ કે,એએમટીએસની બસોમા જે લોકો મુસાફરી કરી રહ્યા છે તેમના માટે એક મોબાઈલ એપ કાર્યરત કરવામા આવશે જેને અપલોડ કરીને મુસાફર વિવિધ રૂટો પર દોડતી બસોના સમય સરળતાથી જાણી શકશે આ સાથે જ મુસાફરો જીપીએસ સિસ્ટમ સાથે તમામ બસોને સાંકળી લેવામા આવનાર હોવાથી કઈ બસ તેને કેટલી મિનીટ બાદ મળશે એ પણ સરળતાથી જાણી શકશે.એએમટીએસના બજેટમા ચેરમેન દ્વારા કરવામા આવેલી આ જાહેરાત બાદ આ એપ્સને લોંચ કરવા માટેની તારીખ બદલીને ચેરમેને પહેલી મે-૨૦૧૭ને ગુજરાત ગૌરવ દિન નકકી કર્યો હતો. પરંતુ આ ગૌરવ દિન વિત્યાને ગણ માસથી વધુ સમય વીતિ ગયો છતાં હજી સુધી આ મોબાઈલ એપના ઠેકાણા નથી.