AMTSનું બસ સ્ટેન્ડ જ મચ્છરોનું બ્રિડિંગ સ્પોટ બન્યું

અમદાવાદ, તા.૨૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરીયા વિભાગમાં પણ કેટલી પોલંપોલ ચાલી રહી છે તેનુ એક વરવુ ઉદાહરણ રામાપીરના ટેકરા ખાતે બહાર આવવા પામ્યુ છે. રામાપીરના ટેકરા ખાતે આવેલા જનમાર્ગના બીઆરટીએસ બસસ્ટોપ એ મોટુ મચ્છરો માટેનુ બ્રિડિંગ સ્પોટ હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે આમ છતાં મ્યુનિસિપલ મેલેરીયા વિભાગ તરફથી આ મામલાની ગંભીરતા લઈને જનમાર્ગને હજુ સુધી કોઈ નોટિસ આપવામા આવી નથી. આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં વકરી રહેલી રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરીયા વિભાગ તરફથી શહેરના છ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને મચ્છરોના બ્રિડીંગ સ્પોટ શોધવાની સાથે જ જે તે સાઈટ, હોસ્પિટલો કે શાળા, હોટલોને નોટીસ ફટકારીને એન્ટિલાર્વા એક્ટિવીટી કરવામાં આવતી હોય છે. આમ છતાં અમદાવાદ શહેરમાં હજુ સુધી રોગચાળાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ મેલેરિયા વિભાગને સફળતા મળી શકી નથી. બીજી તરફ અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમા આવેલા રામાપીરના ટેકરા વિસ્તારમાં જનમાર્ગ અમદાવાદ લિમિટેડ દ્વારા બીઆરટીએસ કોરિડોર બનાવીને બસસેવા શરૂ કરવામા આવી છે. આ બીઆરટીએસનું બસસ્ટોપ જ મચ્છરો માટેનું મોટુ બ્રિડીંગસ્પોટ હોવા અંગે આજે એક વીડિયો વાઈરલ થતા મ્યુનિસિપલ મેલેરીયા વિભાગના અધિકારીમાં સોંપો પડી જવા પામ્યો છે.જો કે આજે જાહેર રજાનો દિવસ હોઈ હેલ્થ કે મેલેરીયા વિભાગના કોઈ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી સુધ્ધા લીધી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks